વડોદરાના મેયર પદે કેયુરભાઈ રોકડીયાની નિમણુંક કરાઈ: શુક્રવારે રાજકોટ,જામનગર અને સુરતના પદાધિકારીઓની કરાશે વરણી

અમદાવાદ, ભાવનગર અને વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની આજે વરણી કરવામાં આવી છે. અમદાવાદના પ્રથમ નાગરીક તરીકે કિરીટભાઈ પરમાર, ભાવનગરના મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયા અને વડોદરાના મેયર તરીકે કેયુરભાઈ રોકડીયાની પસંદગી કરવામાંઆવી છે. દરમ્યાન રાજકોટ, જામનગર અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણુંક આગામી શુક્રવારે કરવામાં આવશે.

રાજયની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી ગત ફેબ્રૂઆરીમાસમાં યોજાયેલી હતી જેમાં ભાજપ તોતીંગ બહુમતી સાથે વિજેતા બની છે. છ પૈકી ત્રણ મહાનગર પાલિકાઓમાં પદાધિકારીઓની નિમણુંક કરવામા માટે આજે સવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે કિરીટભાઈપરમારની નિમણુંક કરવામાં આવી છે. જયારે ડે. મેયરનો તાજ ગિતાબેન પટેલના શીરે મૂકવામાં આવ્યા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે હિતેશભાઈ બારોટ, શાસકપક્ષના નેતા તરીકે ભાસ્કરભાઈ ભટ્ટ, પક્ષના દંડક તરીકે અરૂણસિંહ રાજપુતની નિમણુંક કરાઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત માટે હોય મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયાની વરણી કરવામાં આવી છે. ડે. મેયર તરીકે કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે ધીરૂભાઈ ધામેલીયા, શાસક પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોંહેલ અને પક્ષનાદંડક તરીકે પંકજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકે કેયુરભાઈ રોકડીયા ડે. મેયરતરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે ડો. હિતેન્દ્રભાઈ પટેલ, શાસકપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લીંમ્ચીયા અને પક્ષના દંડક તરીકે ચિરાગભાઈ બારોટની નિયુકિત કરવામાં આવી છે.

આજે છ પૈકી ત્રણ મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓનીનિમણુંક કરી દેવામાં આવી છે. રાજકોટ, જામનગર, અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી માટે આગામી શુક્રવારે સવારે 11 કલાકે બોર્ડ બેઠકમળશે. આ પૂર્વે એક કલાક અગાઉ મળનારી ભાજપના કોર્પોરેટરની સંકલન બેઠકમાં પદાધિકારીઓના નામની ઘોષણા કરી દેવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.