સતત પાંચમા વર્ષે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન અને સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા ‘શહીદ વંદનાનું પ્રેરક આયોજન: ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી ઉપસ્થિત રહ્યા
‘વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ. આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ ાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી કાવ્ય ‘ફૂલમાળ રચેલું. ભગતસિંહને જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈ પ્રત્યે ખૂબ લાગણી હતી. પોતાની માતાની જેમ ‘બેબે કહી પ્રેમી સંબોધતા. ફાંસીને દિવસે વાલ્મીકિ સમાજના આ સફાઈ કામદારભાઈની હાની બનેલી ‘રોટી ખાવાની અંતિમ ઈચ્છા ભગતસિંહે વ્યક્ત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ ‘રોટીનું ઋણ અને મૂલ્ય ક્યારેય વીસરાશે નહિ.
આી પ્રેરાઈને, સતત પાંચમા વર્ષે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા શહીદ દિન નિમિત્તે અમદાવાદ સ્તિ ચામુંડા મ્યુનિસિપલ હેલ્ સ્ટાફ ક્વાટર્સ ખાતે સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા ‘શહીદ વંદના સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન યું હતું.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, એસીપી પન્નાબેન મોમાયા, એસીપી આઈ. જી. શેખ, શહેર કોટડા પીઆઈ એસ. એમ. ચૌધરી, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ કનુભાઈ બી. મકવાણા , જયંતીભાઈ બી. મકવાણા, બિપીનભાઈ બી. મકવાણા, જગદીશભાઈ વાઘેલા, કિશોરભાઈ સોલંકી, અંબાલાલ વી. પુરબીયા, કનુભાઈ બી. વાઘેલા, બાબુભાઈ એસ. લાડવા, શીખ સમુદાયના અગ્રણીઓ જ્ઞાની જગતાર સીંઘ, સતનામ સીંઘ ડાંગ, ગુરમીત સીંઘ, અમનદીપ સીંઘ, ગગનદીપ સીંઘ, યુવા અગ્રણીઓ પ્રવીણસિંહ મોરી, વનરાજસિંહ ડાભી, નિવૃત્ત જોઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર કે. કે. ચાવડા, સિવિલ હોસ્પીટલના નિવૃત્ત આરએમઓ ડો. કનુભાઈ બોરીચા, સેલ્સ ટેક્ષના નિવૃત્ત આસી. કમિશ્નર મગનભાઈ ચૌહાણ, નિવૃત્ત પીઆઈ એસ. એન. ગોહિલ, જૈન સમાજના જતિનભાઈ ઘીયા સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ભાવિકો ઉપસ્તિ રહ્યાં હતાં. યુવાનોની સવિશેષ ઉપસ્િિત રહી. ‘ભારત માતાની જય, ‘વંદે માતરમ, ‘ઈન્કલાબ જિંદાબાદ, ‘શહીદો અમર રહોનો સહુએ જયઘોષ કર્યો હતો.
ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો કી સ્વરાંજલિ અર્પણ કરી. વાલ્મીકિ સમાજમાંી આવતા સેવાભાવી લોકગાયક-ભજનિક ગંગારામ વાઘેલા અને તેમની ૯ વર્ષની પૌત્રી ધ્વનિ દિલીપભાઈ વાઘેલાએ સમસ્ત વાલ્મીકિ, દલિત અને વંચિત સમાજ વતી સ્વરાંજલિ અર્પણ કરી. આલેખિત વાલ્મીકિ સમાજનાં શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાાઓની હ્રદયસ્પર્શી રજૂઆત પિનાકી મેઘાણીએ કરી હતી. વાલ્મીકિ-દલિત સમાજમાંી જ આવતા વાદ્ય-વૃંદનાં કલાકારો ચંદ્રકાંત સોલંકી , રાહુલ ગુર્જર , જગદીશ વાઘેલા – મોહિત વાઘેલા , શુભાંગ વાઘેલાએ બખુબી સા આપ્યો. સહુ કલાકારો લાગણીી પ્રેરાઈને કાર્યક્ર્મમાં ઉપસ્તિ રહ્યાં.