- અમદાવાદ- જામનગર વંદે ભારત એકસપ્રેસ ટ્રેનને વડાપ્રધાન કાલે આપશે લીલીઝંડી
- 12મી માર્ચના રોજ સવારે 9 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે
રાજકોટ ન્યૂઝ : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 12મી માચના રોજ સવારે 9 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસના ઓખા સુધીના વિસ્તરણને લીલી ઝંડી દેખાડસે.
ટ્રેન નંબર 09426 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસની શરૂઆતની ઉદ્ઘાટન ની ટ્રીપ ને 12 માર્ચના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 13 માર્ચ, 2024થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે 23.54 કલાકે પહોંચી ને 23.59 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે.
તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ નું નિયમિત સંચાલન 14 માર્ચ, 2024 થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 04.05 કલાકે દ્વારકા પહોંચી ને 04.10 કલાકે ઉપડશે અને 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્ચેના કોઈપણ સ્ટેશનના આગમન-પ્રસ્થાનના સમયમાં અથવા સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.