મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ ખાતે જણાવ્યુ હતું કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની અભૂતપૂર્વ સફળતાએ અમદાવાદ શહેરની આન, બાન અને શાન વધારી છે. કરોડોના વેપારને કારણે દૂબઇ શોપિંગ ફેસ્ટિવલની જેમ દુનિયાના નકશા પર પોતાની છાપ છોડી છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમદાવાદ ઐતિહાસિક નગરી અને આધુનિક વિક્સતુ નગર છે, વેપાર-ઉદ્યોગને આ શોપિંગ ફેસ્ટિવલથી વધુ વેગ મળ્યો છે. અમદાવાદમાં એક જ જગ્યાએ ગુણવત્તાયુક્ત બધી જ ચીજવસ્તુઓ, ખાણીપીણી અને મનોરંજન ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાથી ગુજરાતની નામના વધી છે.