અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા આઇ.પી.એસ અધિકારી રાજન સુસરાના પત્ની શાલુબેન (ઉં.વ. 47)એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજન સુસરા વલસાડ મરીન સિક્યોરિટીમાં એસીપી તરીક ફરજ બજાવે છે. હાલ શાલુબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ કેસમાં આઇ.પી.એસ અધિકારી રાજન સુસરાની પણ પૂછપરછ થશે.
મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવતા અધિકારીના પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર : પોલીસ દ્વારા કારણ અંગે તપાસ
પ્રાપ્ત મુજબ,મૂળ ચોટીલા પંથકના વતની અને હાલ મરીન સિક્યોરિટીમાં એસપી તરીકે ફરજ બજાવતા થલતેજમાં શાંગ્રિલા બંગલોમાં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરા પરિવાર સાથે રહે છે. આજે આ જ બંગલોમાં તેમની પત્ની શાલુબેને આપઘાત કરી લીધો છે. શાલુબેને કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ જાણવા મળ્યું નથી.પોલીસે તમામ બાબતે તપાસ શરૂ કરી આ અંગે ઝોન 7 ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, રાજન સુસરા અમદાવાદ હતા, જ્યારે તેમના પત્ની શાલુબેન સુરતથી અમદાવાદ આવ્યા હતા.
ત્યારે રાજન સુસરા તેમના બેડરૂમમાં સૂતા હતા. આ સમયે શાલુબેન બાળકોના રૂમમાં જતા રહ્યા હતા. સવારે રાજન સુસરા જાગ્યા ત્યારે શાલુબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.આ અંગેની માહિતી મળી અને અમારી પોલીસની ટીમ ત્યાં પહોંચી છે. હાલ આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ અંગે ઝોન સાત ડીસીપી તરુણ દુગ્ગલે જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી મળી અને અમારી પોલીસની ટીમ ત્યાં પહોંચી છે. હાલ આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પણ અમારી પોલીસ દ્વારા તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.