જો તમે વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો. કારણ કે ટ્રાફિકના નિયમને લઈને તમારી અવગણના તમને ભારે પડશે. ગુજરાત હાઈકોર્ટના સુચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહનચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન 2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ RTOને કરવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિકના નિયમનો ભંગ કરીને 6 જેટલા મેમો જેને આપવામાં આવ્યા છે. તેવા 2 હજાર જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ RTOને કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર રાજ્યની RTOમાં આ રિપોર્ટ કરીને વાહનચાલકોની વિગતો આપવામાં આવી છે. જો કે ગત જુલાઈ મહિનામાં પણ 151 વાહનચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
દરરોજ 3થી 4 હજાર વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યા છે
જેમાં RTO દ્વારા 37 જેટલા વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જો કે હાલમાં પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3 થી 4 હજાર વાહનચાલકોને મેમો આપવામાં આવી રહ્યા છે. જ્યારે આગામી દિવસોમાં પણ 6 મેમોની સંખ્યામાં ઘટાડો કરીને વધુમાં વધુ વાહનચાલકો સામે કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાની દિવસેને દિવસે વધતી જાય છે અને ઠેર-ઠેર લગાવેલા સિગ્નલો પર લાંબો ટ્રાફિક જામ જોવા મળે છે. ત્યારે વાડજ RTO સહિતના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે તેમાં TRB જવાનો વિરોધમાં જોડાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને તેના કારણે ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ પણ ટ્રાફિકથી બ્લોક થઈ ચૂક્યો હતો.