રાજકોટ રૂરલના પૂર્વ એસ.પી. ગગનદીપ અને રાઘવેન્દ્ર વસ્ત પરત ફરશે: લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આઈ.જી. અને એસ.પી. કક્ષાના અધિકારીઓની ટુંક સમયમાં બદલી
ગુજરાત કેડરનાં આઈજી વી ચંદ્રશેખર પછી ગુજરાત કેડરના 2016 બેચના આઈપીએસ અને અમદાવાદ ગ્રામ્યમાં એસપી અમિત વસાવાની સીબીઆઈમાં પસંદગી પામ્યા છે. તેમની પસંદગી અંગે સેન્ટ્રલ એપોઈન્ટમેન્ટ કમિટી દ્વારા મંજૂરીની મોહર મારતો હુકમ થયા પછી હવે તેમની નિમણૂક કરતો વિધિવત ઓર્ડર કરી ગુજરાત સરકારને તેની સતાવાર જાણ કરવામાં આવશે સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબગુજરાતમાંથી અન્ય આઇપીએસની પસંદગી થયેલ છે પરંતુ અમુક આઇપીએસ હાલ તુરંત સીબીઆઈમાં ચોકકસ કારણોસર જવા ઈચ્છતા ન હોવાથી ઓર્ડર પેન્ડીગરાખવામાં આવ્યા છે.
સુરત રેન્જ આઇજી, વી.ચંદ્ર શેખર પણ ડિસેમ્બર સુધી ગુજરાત રહેવા ઈચ્છતા હોવાનુ અને ત્યારબાદ સીબીઆઈમાં જોઇન્ટ થવા ઈચ્છે છે. જાન્યુઆરી માસમાં ભૂતકાળમાં ગુજરાત કેડરના આઈપીએસ અને રાજકોટ ગ્રામ્યમાં ફાયર બ્રાન્ડ મહિલા અધિકારીની ઇમેજને કારણે જાણીતા જેતે સમયના એસપી અને હાલ આઇજી લેવલના સીબીઆઈમાં ફરજ બજાવતા ગગનદીપ ગંભીર અને ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં એસપી દરજ્જે ફરજ બજાવી ગયેલ આઇજી લેવલના રાઘવેન્દ્ર વસ્ત કે જે હાલ સીબીઆઈમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવે છે તેવો નો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી પરત ફરનાર છે.
અમદાવાદ પછી સુરત રેન્જ આઇજી જેવું મહત્વનું અને મોટાભાગના સિનિયર આઇપીએસની અભિલાષા હોય છે તેવું આ પોસ્ટીંગ વી.ચંદ્રશેખરની ઇમેજને કારણે આપતા ઘણા સિનિયર માટે ગાડી ચૂકી ગયા જેવું બનેલ, હવે ફરી આ સ્થાન ખાલી પડતા જ સુરત રેન્જ મેળવવા કોણ ભાગ્યશાળી બનશે .એક ચર્ચા એવી છે કે જાન્યુઆરી એન્ડમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવૃત્ત થયા બાદ લોકસભાની ચુંટણી અંતર્ગત નિયમ મુજબ ત્રણ વર્ષ અને મહત્વના સ્થાનો ખાલી ન રહે તે અંતર્ગત સિનિયર,જુનિયર આઈપીએસ અધિકારીઓનના ફેરફાર થશે.