Ahmedabad : સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહ્યો છે. ત્યારે નવરાત્રિ દરમિયાન મેટ્રોના સમયમાં વધારાને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રો શરૂ રાખવામાં આવી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓમાં ખુશી છવાઈ છે.
રાત્રિના બે વાગ્યા સુધી દોડશે મેટ્રો :
નવરાત્રિના તહેવારમાં મેટ્રો ઓથોરિટી દ્વારા રાત્રિના બે વાગ્યા સુધી અમદાવાદમાં મેટ્રો શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. આ સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરબા આયોજિત કરવામાં આવેલા પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં ખેલૈયાઓ મેટ્રોની મુસાફરી કરીને ત્યાં સુધી જઈ શકશે, જ્યારે રાત્રિના બે વાગ્યા સુધી મેટ્રો શરૂ હોવાથી ઘરે પરત ફરવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકાશે.
વધુ એક સુવિધાથી ગરબા રસિકોમાં ઉત્સાહ:
થોડા દિવસ પૂર્વે નવરાત્રિને લઇ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના દિવસોમાં ગરબા મોડે સુધી ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત નાના મોટા ગલ્લાથી માંડીને ખાવાની દુકાનોને પણ રાત્રિના મોડા સુધી ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે. ત્યારે આ વિવિધ છુટમાં વધુ એક છુટ ઉમેરવામાં આવતા ગરબા રસિકોમાં ઉત્સાહ વધી ગયો છે.
અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવા :
અત્રે ઉલ્લેખનીય છે કે 16મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેટ્રોના બીજા ફેઝમાં મોઢેરાની મહાત્મા મંદિર સુધી દોડે છે.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોડી મુસાફરી કરીને ફેઝ 2ની શરૂઆત કરી હતી. ત્યારે આ રૂટમાં મોટેરાથી કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, GIFT CITY, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, સેક્ટર ઓલ્ડ કોબા, સેક્ટર-16, સેક્ટર-24, તેમજ મહાત્મા મંદિર સુધી એમ કુલ 22 કિમી રૂટના મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશન આવે છે.