- બાવળામાં સાણંદ ચોકડી પાસે જીવલેણ અકસ્માત
- પૂરઝડપે આવતા ટ્રકચાલકે સાણંદ ચાર રસ્તા પર 3 રાહદારીઓને ટક્કર મારી
- દોઢ વર્ષના એક બાળક અને એક વૃદ્ધનું મો*ત
Ahmedabad: પૂર્વ વિસ્તારમાં બેફામ વાહન હંકારવાના કારણે દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. હિટ એન્ડ રનના બનાવમાં વૃદ્ધા અને યુવકનું મોત થયું હતું. અમદાવાદના બાવળા શહેરમાં બાવળા-બગોદરા હાઈવે પર આવેલી સાણંદ ચોકડી પર માતેલા સાંઢની જેમ આવી રહેલ ટ્રક ચાલકે ત્રણ રાહદારીને કચડતા બે લોકોના મો*ત નિપજ્યાં હતા.
મળતી માહિતી મુજબ, અમરાઈવાડીમાં અનુપમ સિનેમાથી ન્યુ કોટન મીલ ત્રણ રસ્તા પાસે એક 70 વર્ષની અજાણી વૃદ્ધ મહિલા રોડની સાઇડમાં બોલેરો પીકઅપ આગળ બેઠેલી હતી તે સમયે બેદરકારી પૂર્વેક પૂરઝડપે ટ્રક ચાલકે વાહન હંકારતાં વૃદ્ધા ટાયર નીચે આવી જતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. વૃદ્ધાન સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વૃદ્ધાની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વૃદ્ધ અને દોઢ વર્ષના બાળકનું મો*ત
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સાણંદ ચોકડી પર એક ટ્રક ચાલકે ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ, અને દોઢ વર્ષના બાળક અને એક મહિલાને કચડ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધ અને બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મો*ત થયું હતું. જયારે મહિલાને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
સમગ્ર ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગેલ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો જેને પોલીસ ધીરે ધીરે હળવો કર્યો હતો.