- અમદાવાદના ભાટ ગામમાં નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી
- એકનું મો*ત, બે ઘાયલ
- બે ઘાયલ વ્યક્તિને સામાન્ય ઈજા થઈ
Ahmedabad : આજકાલ દિવસેને દિવસે અકસ્માતના બનાવ વધતાં જે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના ભાટ ગામમાં નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી હતી. આ દરમિયાન એકનું મોત અને બે લોકો ઘાયલ થાય હતા.
મળતી માહિતી મુજબ, સરખેજ-ધોળકા રોડ પર આવેલાં ભાત ગામમાં ગઈકાલે મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તેમજ ભાત ગામે નશામાં ધૂત એક યુવકે ઓવરસ્પીડમાં કાર ચલાવીને એક આધેડને અડફેટે લઈને પાંચ ફૂટ સુધી ઢસડ્યા હતા અને કાર એક ઘરમાં ઘૂસાડી દીધી હતી. તેમજ આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં આધેડનું ઘટના સ્થળે મો*ત નિપજ્યુ હતું. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આધેડને અડફેટે લેતા મો*ત
અનુસાર માહિતી મુજબ, મોડી રાત્રે ભાત ગામની મુખ્ય બજાર છે. ત્યાં ચાચરાવાડી પાનના ગલ્લા નજીક એક આધેડ ઊભા હતા. ત્યારે એક કાર નશામાં ઘૂત ઓવરસ્પીડમાં ચલાવીને આવ્યો હતો. આ ઉપરાંત પહેલાં તેણે UGVCLના બે થાંભલા સાથે કાર અથડાવી ત્યારપછી આધેડને અડફેટે લઈને કાર ઘરમાં દરવાજો તોડીને કાર અંદર ઘૂસાડી દીધી હતી. તેમજ આ ઘટનામાં આધેડ 5 ફૂટ જેટલાં કારની સાથે ઢસડ્યા હતા. જેમના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મો*ત થયું હતું.
તેમજ વધુમાં જાણવા મળ્યું હતું કે, આ ઉપરાંત ભાત ગામ નજીક અન્ય 2 યુવાનોને પણ અડફેટે લીધા હતાં. જેમને સામાન્ય ઈજા થઈ છે. આ સાથે અકસ્માત વખતે કારમાં આરોપી સાથે 2 વ્યક્તિ પણ સવાર હતાં. જે ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. તેમજ આ ઘટનાની જાણ થતાં ત્યાં હાજર લોકો દોડી આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત બાદ નબીરો ઘટના સ્થળેથી ભાગી ગયો
કાર ચાલકે અન્ય બે યુવકોને પણ અડફેટે લેતાં તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. કારમાં યુવકની સાથે અન્ય બે વ્યક્તિઓ પણ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ નબીરો ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.