અમેરિકાના ન્યુ જર્સીમાં વસતા મુળ ભારતીય પીટર શાહે કોરોના મહામારી સામે લડવા નામાંકિત કંપનીની વીટામીનની ગોળી સ્વખર્ચે ખરીદી અને એક પાર્સલ તૈયાર કરી તા.13 એપ્રિલે રાજકોટના હેમંત શાહના નામે પોસ્ટેજ કર્યુ, આ પાર્સલ અમદાવાદ સુધી હેમખેમ પહોચ્યું, અમદાવાદ પોસ્ટ ઓફીસે આ પાર્સલ અમદાવાદની કસ્ટમ ઓફીસને વેરીફાય કરવા આપ્યું.
દવાઓનું આ પાર્સલ અમદાવાદ કસ્ટમ ઓફીસમાં મે ર0ર1 થી પડયું છે.તે દરમ્યાન અમેરિકાના પીટર શાહે અમદાવાદ કસ્ટમ વિભાગને ઇમેઇલ કરી વિનંતી કરી છે કે આપ જો આપ પાર્સલ હેમંત શાહને ન આપો તો કશો વાંધો નથી. આપને યોગ્ય લાગે તે હોસ્પિટલ, સંસ્થા કે દર્દીઓને આપના તરફથી દવાઓનું વિતરણ કરો તો તેઓને આ વસ્તુ ખરા સમયે ઉપયોગી બની શકે., વિટામીનની દવાઓનું પાર્સલ અને એકાદ માસથી આપની ઓફીસમાં ધુળ ખાય છે તે યોગ્ય ન કહેવાય,દવાઓના આ પાર્સલમાં વિટામીનની 1ર બોટલમાં 6000 ગોળી અને તેની કિંમત અંદાજીત રૂ. 9855/- ગણી શકાય.
કદાચ કસ્ટમ અધિકારીઓ નિયમોથી સાથોસાથ માનવતાની નજરે આ સમગ્ર ઘટના ક્રમ નિહાળે અને સહુના હિતમાં નિર્ણયક રે તેમ એક યાદીમાં જણાવાયું છે.