લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર કરાઈ કબ્જે: આરોપીઓને પકડવા પોલીસની 17 ટીમો બનાવાઈ’તી
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી કુરિયસ સર્વિસમાંથી અમદાવાદ એરપોર્ટ ખાતે લઇ જવ ાતી રુા.3.88 કરોડની 1400 કિલો ચાંદીની બે દિવસ પહેલાં સાયલા પાસે થયેલી દિલ ધડક લૂંટનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવામાં તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર કબ્જે કરવામાં સફળતા મળી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રણછોડનગર શેરી નંબર 4માં આવેલી એન.એન.લોજીસ્ટ અને ન્યુઝ એર સર્વિસ દ્વારા જુદા જુદા વેપારીનું રુા.3.88 કરોડની કિંમતનું 1400 કિલો ચાંદી બોલેરોપીકઅપ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે અમિત અને ત્રિવેણી લઇ જઇ રહ્યા હતા.
રુ.ા3.88 કરોડની ચાંદી સાથે અમદાવાદ જઇ રહેલા અમિત અને ત્રિવેણીની કારને સાયલા પાસે મોડીરાતે અલગ અલગ ત્રણ કારમાં આવેલા સાત જેટલા શખ્સોએ આંતરી બંને કર્મચારી પર હુમલો કરી બંધક બનાવી લૂંટ ચલાવી ભાગી ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
સાયલા પાસે થયેલી માતબાર રકમની લૂંટના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની જુદી જુદી 17 જેટલી ટીમ બનાવી લૂંટનો ભેદ ઉકેલવા મથી રહ્યા હતા બીજી તરફ રાજયભરની પોલીસને સર્તક બનાવી લૂેંટારુનું પગેરુ દબાવવામાં આવી રહ્યું હતું. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે લૂંટના ગુનામાં ઉપયોગમાં લીધેલી કાર કબ્જે કરી ચાંદીના ઘરેણા કબ્જે કરવા તજવીજ હાથધરી છે.