વર્તમાન પરિસ્થિતિને લઈ શહેરમાં આવતીકાલે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જનસંકલ્પ રેલી મુલતવી રહી છે. આ બેઠક અને રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના હતા.
આ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને રેલી સુરક્ષા કારણોસર મુલતવી રહી છે.
Congress President, Sh. Rahul Gandhi has postponed the meeting of CWC & Public meeting, both scheduled at Ahemdabad, Gujarat tomorrow at 28th Feb, in view of the prevailing security condition.
— Randeep Singh Surjewala (@rssurjewala) February 27, 2019