- વધુ ઠંડીને લીધે AMCની શાળમાં સમયમાં ફેરફાર
- સવારી શિફ્ટ 35 મિનિટ અને બોપરની 15 મિનિટ મોડી શરૂ થશે
- બપોરની શિફ્ટ 15 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે
- શાળાના સમયમાં કરાયેલો ફેરફાર આગામી 15મી જાન્યુઆરી સુધી લાગુ રહેશે
અમદાવાદ ન્યુઝ : શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ) સંચાલિત સવારની અને બપોરની શિફ્ટમાં ચાલતી 451 મ્યુનિસિપલ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર મ્યુનિસિપલ સ્કૂલમાં મોર્નિંગ શિફ્ટ 35 મિનિટ મોડી શરૂ થશે. જ્યારે બપોરની શિફ્ટ 15 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. શાળાના સમયમાં કરાયેલો ફેરફાર આગામી 15મી જાન્યુઆરી સુધી લાગુ રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે સ્કૂલના સમયમાં કરેલા આ ફેરફાર અનુસાર મોર્નિંગ શિફ્ટમાં ચાલતી 321 સ્કૂલ શરૂ થવાનો સમયગાળો સવારે 7.20થી 7.55 વાગ્યાનો કરવામાં આવ્યો છે. જ્યારે બપોરની શિફ્ટમાં ચાલતી 130 સ્કૂલ શરૂ થવાનો સમયગાળો બપોરે 12.20થી 12.35 વાગ્યાનો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં ઠંડીના કારણે પ્રતિ વર્ષ સમયગાળો બદલવામાં આવે છે.