“વાહ…. વાઈબ્રન્ટ ૨૦૧૯
સમિટમાં અમદાવાદ મનપા વિસ્તારમાં રૂ ૧૨,૮૪૧ કરોડના ૨૫૯ એમઓયુ અને ઔડા વિસ્તારમાં રૂ ૭,૩૮૪ કરોડના ૧૨૬ એમઓયુ થશે
આ માસમાં યોજાનારી વાઇબ્રન્ડ ગુજરાત ગ્લોબવ સમિટ-૨૦૧૯ દરમ્યાન રિયલ એસ્ટેટ સેકટરમાં ભારે રોકાણ થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. સમિટ દરમ્યાન એકલા અમદાવાદમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે રૂ ૨૦,૨૨૫ કરોડ રૂપિયાના રીયાબ્ટી પ્રોજેકટ માટેના રૂ ૩૮૫ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવનારા છે. આ સમિટ આગામી ૧૮ થી ર૦ જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે યોજવામાં આવનારી છે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રિયાલ્ટી પ્રોજેકટો વિકસાવવા માટે ૧૨,૮૪૧ કરોડ રૂપિયાનું રોકાણ સાથેના ૨૫૯ દરખાસ્તો પર અત્યાર સુધીમાં એમઓયુ નિર્ધારીત કરવામાં આવ્યા છે. જયારે શહેરી વિકાસ વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઓંડા) હેઠળ રૂ ૭,૩૮૪ કરોડના ૧૨૩ એમઓયુ સ્થાનીક બિલ્ડરો દ્વારા કરવામાં આવનારા છે.
આ દરખાસ્તોમાં અમદાવાદના વિવિધ ભાગોમાં રહેણાંક, ટાઉનશીપ, બંગ્લોઝ કોમર્શીયલ પ્રોપટી અને હોટલ સહીતના તમામ પ્રકારની રીયલ એસ્ટેટ પ્રોજેકટનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદની રીયલ એસ્ટેટ કંપની મહિકા ઇન્ફાએ વસ્ત્રાપુરમાં રહેણાંક અને વાણિજિયક પ્રોજેકટ માટે પ્રસ્તાવ રૂ ૧,૦૦૦ કરોડના મુકયો છે. જયારે શ્રીનાથી ડેવલપમેન્ટ દ્વારા રૂ ૬૦૦ કરોડના હોટેલ અને થતલેજમાં કોમર્શીયલ પ્રોજેકટ માટે કરાર કરશે તેવી રીતે અરવિંદ ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની અરવિંદ સ્માર્ટ સ્પેસીસ, ગાંધીનગર નજીક કલોલના ટાઉનશીપ માટે રૂ ૫૦૦ કરોડનું રોકાણ કરશે.
જયારે જેથી ઇસ્કોન પ્રાઇવેટ લીમીટેડ રૂ ૧૦૦ કરોડના રોકાણ કરીને ઓઢવમાં ઝુંપડપટ્ટી પુર્નવિકાસ પ્રોજેકટ શરુ કરનારી છે. જયારે વાઇબ્રન્ટઝ સમિટ દરમ્યાન આહના બિલ સ્પેસીસ, સિટી ગોલ્ડ ડેવલપર્સ, રિઘ્ધિ સિઘ્ધિ ઇન્ફ્રા અને શેઠ બિલ્ડર્સ જેવી ડેવલપ કંપનીએ વ્રાઇબન્ટ ગુજરાત સમીટમાં ડેવલપમેન્ટ માટેના એમઓયુ કરે તેવી સંભાવના છે.
સમિટમાં અમદાવા મહાનગરપાલકાની વિસ્તારમાં રીયલ એસ્ટેટ પ્રોજેકટ માટે રૂ ૩૦,૯૦૫ કરોડના ૩૦૧ એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાંથી ર૦ થી ૩૦ જેટલા પ્રોજેકટો નિષ્ફળ રહ્યા હતા. અને બાકીના તમામ પ્રોજેકટો હાલમાં વિકાસના વિવિધ તબકકાઓમાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં શોપીંગ મોલ અને દુકાનો ૨૪ કલાક ધમધમશે
ગાંધીનગરમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમ્યાન તા.૧૭થી ૨૮ જાન્યુઆરી વચ્ચે અમદાવાદના તમામ શોપીંગ મોલો, દુકાનોને ૨૪ કલાક ચાલુ રાખવાની પરવાનગી આપવામા આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ દરમ્યાન અમદાવાદ મહાનગરપાલીકા વિસ્તારના તમામ મોલો, દુકાનોને ૨૪ કલાક ખૂલ્લી રાખવાની મંજૂરી આપવાનો મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ હુકમ કર્યો છે. આ ખૂલ્લી દુકાનો, મોલોની સુરક્ષા પુરી પાડવા માટે પોલીસ તંત્રને તાકીદ કરાય છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે શોપ એકટ લાયસન્સ મુજબ રાત્રે દુકાનો, મોલો બંધ રાખવાનાં હોય છે. પરંતુ આ ફેસ્ટીવલ દરમ્યાન સમિટમાં આવનારા પ્રવાસીઓખરીદી કરી શકે તે માટે જે મોલો, અને દુકાનદારો પોતાના ધંધા વ્યવસાય ચાલુ રાખવા માંગતા હોય તેમને ૨૪ કલાક ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે.
જયારે વાઈબ્રન્ટ શોપીંગ ફેસ્ટીવલની આયોજક કમિટીના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ આ અંગે જણાવ્યું હતુ કે અમોએ આ ફેસ્ટીવલા દરમ્યાન ૨૪ કલાક મોલો, દુકાનો ખૂલ્લી રાખવા મંજુરી આપવા મનપા તંત્રને તથા તેને સુરક્ષા પુરી પાડવા પોલીસ તંત્રને વિનંતી કરીને કામ ચલાઉ મંજુરી આપવા માંગ કરી હતી જેનો બંને તંત્રો દ્વારા યોગ્યપ્રતિસાદ મળ્યો છે. જે બદલઅમો આભારી છીએ.