26 જુલાઇ 2008ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, મણીનગર, ઠક્કરબાપાનગર, બાપુનગર, હાટકેશ્ર્વર સર્કલ, જવાહર ચોક, ખાડીયા, સરખેજ, રાયપુર, નારોલ, સારંગપુર, ઈશનપુર અને ગોવિંદવાડી સહિત 20 સ્થળે 21 જેટલા ટાઇમર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા 56 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 244 જેટલા લોકો ઘવાયા હતા. બોમ્બ બ્લાસ્ટના પગલે અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. આ કેસમાં14 વર્ષ બાદ 38 આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા આપવામાં આવી છે અને 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને આજે અન્ય મળ્યો છે.
14 વર્ષ બાદ આખરે દોષીતોને મળી સજા
9 ફેબ્રુઆરીથી અત્યાર સુધી સજાનાં એલાન માંટે આ ચોથી સુનાવણી હતી જેમા આજે આરોપીઓને સજા આપી દેવામાં આવી છે.
11 દોષીતોને જીવે ત્યાં સુધી આજીવન કેદ આપવામાં આવી છે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિજનોને રૂ 1 લાખ વળતર આપવામાં આવશે જેની જાહેરાત સ્પેશિયલ કોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50 હજારનું વળતર આપવામાં આવશે. સમાન્ય ઈજા થનારા લોકોને પણ રૂ 25 હજારનું વળતર આપવામાં આવશે જેની જાહેરાત પણ કોર્ટ દ્વારા જ કરવામાં આવી છે.
આરોપીઓ વિરુદ્ધ લગાડયેલ કલમ
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ), 124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ 10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
2008 બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીના નામ
1. જાહિદ ઉર્ફ જાવેદ શેખ રહેવાસી: અમદાવાદ
2. ઈમરાન ઈબ્રાહીમ શેખ રહેવાસી: વડોદરા
3. ઈકબાલ કાસમ શેખ રહેવાસી: વડોદરા
4. સમસુદ્દીન શાહબુદ્દીન શેખ રહેવાસી: અમદાવાદ
5. ગ્યાસુદ્દીન અબ્દુલ અલીમ અંસારી રહેવાસી: અમદાવાદ
6. મોહમંદ આરીફ મોહમંદ ઈકબાલ કાગ્ઝી રહેવાસી: અમદાવાદ
7. મોહંમદ ઉસ્માન મોહમંદ અનીસ અગરબત્તીવાળા રહેવાસી: વડોદરા
8. યુનુસ મંસૂરી રહેવાસી: અમદાવાદ
9. કમરુદ્દીન ઉર્ફ રાજા રહેવાસી: ઉજ્જૈન
10. આમીલ પરવાજ રહેવાસી: ઉજ્જૈન
11. સીબલી ઉર્ફ સાબિત રહેવાસી: ઈવાટુપેટ્ટા, કેરળ
12. સફદર નાગોરી રહેવાસી: મહીદપુર, ઉજ્જૈન
13. હફીઝ હુસેન
14. મોહમદ સાજીદ મન્સુરી
15. મુફ્તી અબુબશર શેખ
16. અબ્બાસ સમેજા
17. નવેદ નૈમુદ્દીન કાદરી
18. જાવેદ એહમદ શેખ
22. ઇમરાન અહેમદ પઠાણ
૨૩ અયાજ રઝકામીયાસૈયદ
24. ઉમર કાળાભાઈ કબીરા
27. મોહમ્મદ ઈસ્માઈલ માંન્શુરી
28. અફઝલ ઉસ્માની
30. મહંમદ સાદીક શેખ
31. મહમદ આરીફ
32. આસીફ બશીરુદ્દીન
33. મુબીન કાદર
36. મહમદ આરીફ મીરઝા
37. કયામુદ્દીનકાપડિયા
38 મહમદ સેફ
39. જીશાન એહમદ શેખ
40. ઝીયાઉર રહેમાન તેલી
42 મહમદ શકીલ લુહાર
43. અનિક ખાલિદ
44. મોહમદ અકબર
45 ફઝલે રહેમાન દુર્રાની
47 અહેમદ બાવા બરેલવી
49. સરફૂદ્દીન સલીમ
50. સૈકુર રહેમાન
51. ડોક્ટર અનાવર બાગવાન
59. મોહમદ અસાર
63 મોહમદ તનવીર
64. મોહમદ ઝહીર