વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 2 દિવસ માટે ગુજરાતનાં પ્રવાશે ત્યારે સુરક્ષા ને ધ્યાને લઈ પોલીસ વિભાગ એસપીજી તથા અન્ય એજન્સીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરેક હિલચાલ પર બાજ નજર રાખી અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ગુજરાત હાઈ એલર્ટને લઈ સમગ્ર શહેરમાં પોલીસ હોટલમાં રહેતા લોકોનું ચેકીંગ કરી રહીં છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ મોદી એસ.ટી રાયપુર પાસે આવેલી સ્વાગત હોટલમાં ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક રૂમમાં શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેનું નામ વિપુલ રાજેશભાઇ ગોહિલ જૂનાગઢનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ અને પોતે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપમાં હોવાનું અને વડાપ્રધાનના બંદોબસ્તમાં હોવાનું જણાવ્યું હતું.
પોલીસને શંકાસ્પદ જાણતા આ યુવકની તપાસ કરી હતી તપાસ દરમ્યાન આ યુવક (વિપુલ) નકલી એસપીજીની અધિકારી હોવાનું બહાર આવ્યું. પોલીસને તેના સામાનની તપાસ કરતા એસપીજીના એક નહીં પરંતુ આંઠ નકલી આઈકાર્ડ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. આ ઉપરાંત તેની પાસેથી એક એરગન અને CISFના છ આઈકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક આ યુવકની ધડપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.