• ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા
  • મધ્ય પ્રદેશથી શ્રમિકોને લઇ ગોંડલ જતા સમયે વહેલી સવારે હરિપુરા પાટિયા પાસે બન્યો અકસ્માત

Ahmedabad : ધંધુકા – ફેદરા રોડ પર હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે  મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ઈજાગ્રસ્તોને ધંધૂકા ખસેડાયા

અનુસાર માહિતી મુજબ, ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન બસમાં સવાર લોકો મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના ગોંડલ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.