- ગોતા વિસ્તારમાં સ્કૂલ બસમાં અચાનક લાગી આગ
- બાળકોને સમય રહેતા સુરક્ષિત બહાર કાઢી લેવાતા મોટી જાનહાનિ ટળી
- તમામ બાળકોનું કરાયું રેસ્ક્યુ
Ahmedabad : ગોતા વિસ્તાર નજીક એક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે તે સ્કૂલ બસમાં સવાર તમામ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. તેમજ આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.
ખાનગી સ્કૂલ બસમાં અચાનક લાગી આગ, બાળકો સુરક્ષિત
અનુસાર માહિતી મુજબ, અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગર ટાઉનશીપ પાસે ત્યારે અફરાતફરી મચી જવા પામી જ્યારે ત્યાંથી પસાર થતી એક ખાનગી સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. તેમજ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. જો કે, રાહતની વાત એ છે કે બસમાં સવાર તમામ બાળકોને સમય રહેતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી છે.
બસમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ ફાયર વિભાગની ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને આગ લાગવાના કારણની માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. જોકે, હજુ એ ખબર નથી કે બસમાં આગ કેવી રીતે લાગી. તેમજ બસમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. બાળક બસમાંથી ઉતરી રહ્યા હતા. ત્યારે બાળકોને ઝડપથી બસમાંથી ઉતારવામાં આવ્યા હતા. ત્યારે બસથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. તેમજ હાલ આ સ્કૂલ બસમાં આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.