દેશમાં કોરોનાની બીજી લહેરે આખા દેશને ભરડામાં લઈ લોધો છે. સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે તેમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોરોના સંક્રમણને રોકવા માટે લોકો સાવચેતીના ભાગરૂપે સેનેટાઇઝર, માસ્કનો પણ ઉપયોગ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરથી એક લાલ બતી સમામ કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા ભડકો થયા હતો અને જેને કારણે મહિલા સળગી જતા તેનું મોત થયુ હતુ.

મળતી માહિતી અનુસાર, શહેરનાં નરોડા વિસ્તારના મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતી 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર તેઓ ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો. આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમણે તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, મધ્ય પ્રદેશનામાં 3 મિત્રોએ દારૂ ન મળતા નશો કરવા માટે સેનેટાઇઝર પી લીધું હતું. આવી બેદરકારીને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ત્રીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડ્રાય ડેને કારણે આ લોકોને દારૂ ન મળી શક્યો, ત્યારબાદ ત્રણેય બે બોટલ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.