સતત વર્ષી રહેલાં વરસાદથી અમદાવાદ સહીત નજીકના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અમદાવાદમાં જુન મકાન પાડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો.ગઈકાલે વહેલી સવારે ભારે વરસાદપડવાથી દસથી વધુ મકાન ધરાસાય થયા હતા .જયારે આજે વહેલી સવારે કાલુપુર સ્વામીનારાયણ મંદિર પાસે તરગાળાની પોળમાં આવેલ ચાર માળનું બંધ મકાન ધરાસાયી થયું હતું.આ મકાન બાજુમાં રહેલાં બેમાળના મકાનપર પડ્યું હતું,જેમાં દસથી વધુ લોકો દટાયા હતા.

સુત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશને આ વિસ્તારમાં રહેલાં જર્જરિત મકાનોને નોટીસ આપીદીધી હતી છતા લોકો આવા ભયજનક મકાનોમાં રહેતા હતા.જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.