- બાપુનગર વિસ્તારમાં એક ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી
- પિતાએ જ પોતાના પુત્રની હ-ત્યા કરી હોવાનો ખુલાસો
- પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં એક ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ જ પોતાના પુત્રની હ-ત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવી હ-ત્યા કરી હતી. 10 વર્ષના પુત્રની પિતાએ હ-ત્યા કરી હતી. પત્ની મહેસાણા જતા પિતાએ બાળકોની હ-ત્યા કરીને આત્મહ-ત્યા કરવાનું વિચાર્યું હતું. જ્યારે પુત્ર મૃ*ત પામતા પિતા ફરાર થયો હતો. જોકે, પોલીસે તેને દબોચી દીધો છે.
અનુસાર માહિતી મુજબ, અમદાવાદમાં એક હ-ત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દીધું હતું. જેના કારણે 10 વર્ષના માસૂમનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરના બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા પિતાએ 10 વર્ષીય બાળકને સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હ-ત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હ-ત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
બાપુનગરના આરોપીની પુત્રની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી છે. પિતાએ જ પુત્રની હત્યા ક્યા કારણોસર કરી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પિતાએ હત્યા માટે ઉપયોગમાં લીધેલું કેમિકલ તેને ક્યાંથી મળ્યું તે બાબત પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. આ કેમિકલ કોઈ હોસ્પિટલમાંથી કે પછી કોઈ લેબમાંથી મેળવ્યું છે કે કોઈ કેમિકલની ફેક્ટરીમાંથી મેળવ્યું તેની પણ તપાસ કરવામાં આવશે.