• લોકો દ્વારા શ્રમદાન સાથે સોમનાથ મહાદેવની અનોખી સેવા
  • બાપાસીતારામ સેવાટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયું સન્મા
  • સફાઈ કરનાર સેવકો દ્વારા સોમનાથ આવનાર યાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઇWhatsApp Image 2024 07 31 at 6.19.16 PM

ગીર સોમનાથ ન્યુઝ:શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઇ કરે છે. ત્યાર બાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની પુજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. આ ક્રમ 13-વર્ષથી ચાલી રહ્યો છે, આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઇમાં જોડાયા હતા. અને સાંજ સુધીમાં સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા.WhatsApp Image 2024 07 31 at 6.19.16 PM 1

સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા

360 જેટલા સ્વયં સેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી, શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા. તેમજ આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા હરેશભાઇ સોની, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓ ને અપિલ કરવામાં આવેલ કે “સ્વચ્છતા ત્યા પ્રભુતા” યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યા-ત્યાં નહિ પણ કચરાપેટીમાં નાખે જેથી સ્વચ્છતા બની રહે. સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે, જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભુતી અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી.WhatsApp Image 2024 07 31 at 6.19.17 PM 3

સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા કઢાઈ

સ્વચ્છતા અભિયાન પુર્ણ કરી સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા નીકળેલી હતી, જેથી ભક્તી ભજનમાં સૌ કોઇ ધન્ય બન્યા હતા. ત્યાર બાદ ધ્વજાપૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો, આ અમુલ્ય શ્રમયજ્ઞને બિરદાવેલ હતો. ટ્રસ્ટના પ્રમુખ સહિત 360 સ્વયંસેવકોનો સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.