- CBIના 350થી વધુ લોકોએ અમદાવાદમાં પડ્યા દરોડા
- વધી રહેલા સાયબર ફ્રોડના કેસોને પગલે પાડી રેડ
- વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીને લઈ CBI એક્શન મોડમાં
Ahmedavad : અમદાવાદમાં રહીને વિદેશી નાગરિકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોલ સેન્ટરની આડમાં થઈ રહેલા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે 35 જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી CBI ની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડી રાતથી આ દરોડા ચાલી રહ્યા છે. એટલું જ નહીં આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર CBIના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ દરોડા પાડવા આવી પહોંચ્યા હતા.
સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપ્યો
ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વિદેશી નાગરિકોને ફસાવીને તેમના રૂપિયા પડાવતી આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈને ગુજરાતમાં સીબીઆઇની 350 લોકોની ટીમ 35 જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
રેડમાં મળેલ વસ્તુઓ અંગે કોઈ માહિતી નઈ
CBIને વિદેશી નાગરિકોને છેતરવાની વિગતો અંગે જાણવા મળ્યું હતું. જેના આધારે તેમણે રેડ કરી છે. રેડમાં શું નીકળ્યું છે તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો છે.