ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવવાની માંગ: ગામે ગામથી આહીર સમાજને પધારવા હાંકલ

ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટની માંગ સાથે આહિર સમાજ દ્વારા આગામી રવિવારના રોજ અમદાવાદ ખાતેનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં આહિર રેજીમેન્ટ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની વિસ્તૃત વિગત આપવા હેમંતભાઈ લોખીલ, ખોડુભાઈ સેંગલીયા, અને વિક્રમભાઈ બોરીચાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આહિર અગ્રણીઓએ જણાવ્યું કે ભારત દેશમાં આહિર યાદવોની વસ્તી રાજયમાં વસવાટ કરે છે. અંદાજીત ૨૫ થી ૨૬ કરોડ આસપાસ છે. આહિર યાદવ સમાજ ભારત દેશના ઈતિહાસમાં ઘણા બધા બલિદાનો આપ્યા છે. ભારતીય સેનામાં આહિર યાદવ સમાજની સંખ્યા વધારે છે. અને તમામ યુધ્ધમાં વધારે બલીદાનો આહિર યાદવ સમાજે આપેલ છે.

આઝાદી પહેલા ૧૮૫૭ની ક્રાંતીમાં સૌથી વધારે આહિર સમાજના સૈનિકોનું બલિદાન હતુ ત્યારબાદ પ્રથમ વિશ્વ યુધ્ધ બીજુ વિશ્વ યુધ્ધ ૧૯૪૮ બડગાવ, ૧૯૬૧ ગોવા લિબ્રેશન, ૧૯૬૨ રેજાંગલા, ૧૯૬૫ હાજીપીર, ૧૯૬૭ નાથુલા, ૧૯૭૧ જેસલમેર, ૧૯૮૪ ઓપરેશન મેઘદૂત, ૧૯૮૭ શ્રીલંકા ૧૯૯૯ ટાઈગરહીલ-કારગીલ ત્યારબાદ ભારતદેશની શાન સંસદ ભવન પર થયેલા હુમલામાં અને ગુજરાતના અક્ષરધામ પર થયેલા હુમલમાં અને ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટ આ તમામ યુધ્ધમાં આહિરો પોતાનું લોહી અને બલિદાન ભારત માતાના શરણોમાં સમર્પિત કર્યું છે.

જયારે જરૂર પડી છે ત્યારે ત્યારે આહિરો એ પોતાના બલિદાનો દેશની રક્ષા માટે સમર્પિત કર્યા છે. આથી એ સેનિકોના ખંભા પર આહિર લખવાનો હક બને છે. આહિર સમાજની વર્ષો જૂની માંગ આહિર રેજીમેન્ટ માટે છેલ્લા ૭૦ વર્ષથી માંગ કરી રહ્યો છે જેના ઉપક્રમે ગુજરાતમાં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં આગામી તા.૧૮ નવેમ્બર રવિવારને સમય બપોરે ૨ વાગ્યે આહિર સમાજ દ્વારા આહિર રેજીમેન્ટ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.