જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે કાર્યાલયનું ઉદ્ઘાટન: પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ

મોટા વડીયા, વનાણા, રબારીકા સહિતના ગામોમાં ચિમનભાઈ-મુળુભાઈનો ઝંઝાવતી પ્રવાસ: ઠેર-ઠેર સ્વાગત અને સન્માન

જામજોધપુર-લાલપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકચાહના ધરાવતા ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાના કાર્યાલયનું મોટી ગોપ ગામે ઉદ્ઘાટન થયું. આ તકે પૂર્વ ધારાસભ્ય અને આહીર સમાજના આગેવાન મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. આહીર સમાજના મતદારોએ ચિમનભાઈને જંગી લીડથી વિજય બનાવવા પોતાનો નિર્ધાર જાહેર કર્યો.

જામજોધપુર-લાલપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચિમનભાઈ સાપરીયાની કામગીરીથી આ બેઠકના એક-એક જન ખૂબ જ રાજી છે ત્યારે વધુ એક વખત ચિમનભાઈને જ આ વિસ્તારના ધારાસભ્ય બનાવીને ગાંધીનગર મોકલવાનો નિર્ધાર મતદારોએ કરી લીધો છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું. આ તકે પૂર્વ ધારાસભ્ય મુળુભાઈ બેરા હાજર રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ચિમનભાઈ જેવા સંનિષ્ઠ રાજનીતિજ્ઞને વિજય બનાવી ધારાસભામાં મોકલવા આહવાન કર્યું. જેના પ્રત્યુતરમાં ત્યાં ઉપસ્થિત મેદનીએ જણાવ્યું કે, અમારો મત ભાજપને જ જશે. વળી પોતાના સંપર્કમાં હોય એવા મતદારોને પણ ભાજપ તરફી મતદાન કરવા અમે પ્રેરણા આપીશું !

મોટી ગોપ ગામે ઉપસ્થિત રહેલા આહીર સમાજના આગેવાનોએ એકી અવાજે ઘોષણા કરી છે કે, ચિમનભાઈ સાપરીયાએ આ વિસ્તારની સેવા કરી છે એટલે હવે અમને પણ ઋણ ચુકવવાનો અવસર મળ્યો છે ત્યારે આહીર સમાજ ચિમનભાઈને જ મત આપશે.

ચિમનભાઈ સાપરીયા તેમજ મુળુભાઈ બેરાએ જામજોધપુર તાલુકાના મોટા વડીયા, વનાણા, રબારીકા સહિતના અનેક ગામોનો ઝંઝાવાતી પ્રવાસ કરી સરપંચો તેમજ આગેવાનો સાથે બેઠક કરતા આ તમામ ગામોમાં ચિમનભાઈ તરફી જ વાતાવરણ હોવાનું આગેવાનોએ જણાવ્યું. આ પંથકના આહીર સમાજની વસ્તીવાળા ગામોમાં ચિમનભાઈનું વર્ચસ્વ હોવાનો મત આહીર અગ્રણીઓએ વ્યકત કર્યો. જયાં-જયાં તેમણે પ્રવાસ કર્યો ત્યાં ત્યાં આ બંને આગેવાનો ચિમનભાઈ અને મુળુભાઈનું ભાવભયુર્ં સ્વાગત કરી અદકે‚ સન્માન કરવામાં આવ્યું.

જામજોધપુર-લાલપુર પંથકના તમામ સમાજના મતદારોએ ચિમનભાઈને મોટી લીડથી જીતાડી દેવાનો નિર્ધાર કરી લીધો છે ત્યારે ૯ ડિસેમ્બરે આ બેઠકના મહત્તમ મતદારો ભાજપ તરફી જ મતદાન કરીને વિકાસની રાજનીતિને સમર્થન કરશે એવું આગેવાનોએ જણાવ્યું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.