રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે બી.એલ.સંતોષને યથાવત રખાયા, વસુંધરા રાજે અને ડો.રમણસિંહને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા

અલગ-અલગ પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી અને લોકસભાની ચુંટણી પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રસાદ નડ્ડા દ્વારા આજે નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. 38 સભ્યોની રાષ્ટ્રીય ટીમ બીજેપીમાં ગુજરાતના એકપણ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે બી.એલ.સંતોષને યથાવત રાખવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આજે 38 સભ્યો સાથે નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ડો.રમણસિંઘ (છત્તીસગઢ), વસુંધરા રાજે (રાજસ્થાન, રઘુવર દાસ (ઝારખંડ), સૌદાનસિંહ (મધ્યપ્રદેશ), બૈજયંત પાંડા (ઓડિસ્સા), સરોજ પાંડે (છત્તીસગઢ), રેખા વર્મા (ઉત્તર પ્રદેશ), ડી.કે. અરૂણા (તેલંગણા), એમ.ચૌબા એઓ (નાગાલેન્ડ), અબ્દુલા કુટી (કેરળ), લક્ષ્મીકાંત બાજપેયી (ઉત્તર પ્રદેશ), લત્તા ઉસેંડી (છત્તીસગઢ) અને તારીક મન્સૂર (ઉત્તર પ્રદેશ)ની નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અરૂણસિંહ (ઉત્તર પ્રદેશ), કૈલાશ વિજય વર્ગીય (મધ્યપ્રદેશ), દુષ્યંત કુમાર ગૌતમ (દિલ્હી), તરૂણ ચુંક (પંજાબ), વિનોદ તાવડે (મહારાષ્ટ્ર), સુનિલ બંસલ (રાજસ્થાન), સંજય બંદી (તેલંગાણા) અને રામ મોહન અગ્રવાલ (ઉત્તર પ્રદેશ)ની નિયુક્તી કરવામાં આવી છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તરીકે બી.એલ. સંતોષને યથાવત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી તરીકે લખનઉના શિવ પ્રકાશની નિમણુંક કરવામાં આવી છે.

જ્યારે રાષ્ટ્રીય મહાસચિવ તરીકે શ્રીમતિ વિજય રાહટકર (મહારાષ્ટ્ર), સત્યાકુમાર (આંધ્રપ્રદેશ), અરવિંદ મેમન (દિલ્હી), પંકજા મુંદે (મહારાષ્ટ્ર), નરેન્દ્રસિંહ રૈના (પંજાબ), ડો.અલ્કા ગુર્જર (રાજસ્થાન), અનુપમ હાજરા (પશ્ર્ચિમ બંગાળ), ઓમ પ્રકાશ દુર્વે (મધ્યપ્રદેશ), ઋતુરાજસિંન્હા (બિહાર), આશા લાકડા (ઝારખંડ), કામાખ્યા પ્રસાદ તાશા (આસામ), સુરેન્દ્રસિંહ નાગર (ઉત્તર પ્રદેશ) અને અનિલ એંટોની (કેરળ)ની નિયુક્તી કરાઇ છે. કોષાધ્યક્ષ તરીકે ઉત્તર પ્રદેશના રાજેશ અગ્રવાલ અને સહ કોષાધ્યક્ષ તરીકે ઉત્તરાખંડના નરેશ બંસલની વરણી કરવામાં આવી છે. ભાજપના નવા રાષ્ટ્રીય સંગઠન માળખામાં ગુજરાતના એકપણ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.