વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ આડે છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટમાં બઢતી અને બદલીનો દોર શરૂ થયો છે. રાજયના ત્રણ પીઆઇને બઢતી આપવામાં આવી છે. 23 ડીવાય.એસ.પી. કક્ષાના પોલીસ અધિકારીઓની બદલી, અમદાવાદ ગ્રામ્ય અને બોટાદમાં એસપીની નિમણુંક આપવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયાની ખેડા અને તેમની જગ્યા પર મોડાસાના એસીપી ભરત બસીયાની નિમણુંક આપવામાં આવી છે. રાજકોટ જેલના નાયબ પોલીસ અઘિક્ષક રાકેશ દેસાઇને ગાંધીનગર આઇબી, રાજકોટ ગ્રામ્યના એસીએસટી સેલના મહર્ષિ રાવલની બોટાદ ડીવાય.એસ.પી. તરીકે બદલી કરાઇ છે.
ત્રણ પીઆઇની બઢતી સાથે 26 ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીની બદલી
કેમિકલકાંડના કારણે અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ એસપીની તાકીદની અસરથી બદલી કરાયા બાદ બંને એસપીની ખાલી પડેલી જગ્યા પર અમદાવાદ સાયબર ક્રાઇમના અમિત વસાવાને અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે અને ગાંધીનગર કોસ્ટલ સિકયુરિટીના એસપી કિશોર બાલોલીયાને બોટાદ એસપી તરીકે નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયાની ખેડા અને
તેમની જગ્યાએ મોડાસાના એસીપી ભરત બસીયાને પોસ્ટીંગ
મોરબીના પી.આઇ. વી.બી.જાડેજા અને એમ.આર.ગોઢાણીયા તેમજ વડોદરાના એસીબીના પી.આઇ. ડી.એસ.રબારીને ડીવાય.એસ.પી. તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં ગોઠાણીયાની ડીસા ખાતે ડીવાય.એસ.પી. તરીકે અને રબારીને વડોદરા મદદનીશ પોલીસ કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
કેમિકલકાંડમાં ખાલી પડેલી જગ્યા પર અમદાવાદ ગ્રામ્યના એસપી
તરીકે અમિત વસાવા અને બોટાદમાં કિશોર બાલોલીયાની નિમણુંક
વડોદરાના ડી.એસ. ચૌહાણને વિરમગામ, હાલોલના એચ.એ.રાઠોડને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીનગર આઇબીના વી.જે.રાઠોડને હાલોલ ડીવાય.એસ.પી., ગાંધીનગર વી.આઇ.પી. સિક્યુરીટીના ડી.બી.સોઢાને ગાંધીનગર આઇબી, દાહોદ એસીએસટી સેલના એચ.જે.બેન્કરને વડોદરા આઇબી, ભાવનગર આઇબીના એસ.એન.ચૌધરીને ગાંધીનગર, સુરત શહેરના મનિષ ઠાકરને ભાવનગર આઇબી, ડીસા આઇબીના એ.એમ.પરમારને સુરત શહેર ટ્રાફિક, પેટદાલના ડીવાય. એસ.પી. ડી.એચ.દેસાઇને ગાંધીનગર આઇબી, અમદાવાદ ક્રાઇનના ડી.પી.ચુડાસમાને પેટલાદ, પોરબંદરના બી.એ.પટેલને અમદાવાદ ક્રાઇમ, નર્મદા કેવડીયા કોલોનીના ઋતુ રાબાને પોરબંદર, અમદાવાદ ટ્રાફિકના આકાશ પટેલને ધોળકા, પોરબંદરના પ્રકાશ પ્રજાપિતને અમદાવાદ શહેર, નર્મદાના સુરજી મહેડુને પોરબંદર ગ્રામ્ય, અમદાવાદ એસીએસટી સેલના બી.પી. રોજીયાને સુરત શહેર ક્રાઇમ, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના એસ.એલ.ચૌધરીને અમદાવાદ એટીએસ, વલસાડના એમ.એન.ચાવડાને અમદાવાદ ઇકોનોમિક વીંગમાં અને સુરત ક્રાઇમના આર.આર.સરવૈયા, વી.બી.જાડેજાને ટૂંક સમયમાં પોસ્ટીંગ આપવામાં આવશે. આગામી દિવસોમાં વધુ પોલીસ અધિકારીઓની બદલીના નિર્દેશ મળી રહ્યા છે.