87 ડિસ્ટ્રિક્ટ જજ,111 સિનિયર સિવિલ જજ અને 167 જુનિયર સિવિલ જજના ટ્રાન્સફર
રાજકોટના ડિસ્ટ્રીકટ જજ યુ.ટી. દેસાઈ, ફેમિલી કોર્ટ જજ બદલાયા, અમરેલીના આર. ટી. વાછાણી રાજકોટના ડિસ્ટ્રીકટ જજ
ઉનાળુ વેકેશનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કાયદા વિભાગ દ્વારા રાજ્યની વિવિધ કોર્ટમા ફરજ બજાવતા જજોની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં 87 ડિસ્ટ્રિક્ટ જજ, 111 સિનિયર ડિવિઝન સિવિલ જજ અને 167 જુનિયર ડિવિઝન સિવિલ જજના ટ્રાન્સફરના હુકમ થયા છે. રાજકોટના ડિસ્ટ્રીકટ જજ યુ.ટી. દેસાઈની વડોદરા અને અમરેલીના આર. ટી. વાછાણીની રાજકોટના ડિસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈએ રાજ્યની વિવિધ કોર્ટના 365 જજોના ટ્રાન્સફરને મંજૂરી આપી હતી. જે બદલીના કરેલા હુકમોમાં 87 ડિસ્ટ્રીકટ જજનો સમાવેશ થાય છે જેમાં રાજકોટનાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી.દેસાઈની વડોદરાના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરવામાં આવી છે. જયારે અમરેલીના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વાછાણીને રાજકોટનાં પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ તરીકે બદલી કરાઈ છે.
આ ઉપરાંત રાજકોટની ફેમિલી કોર્ટનાં જજ વી.આર.રાવલની અમદાવાદ ફેમિલી કોર્ટમાં, પોરબંદર ફેમિલી કોર્ટનાં કે.આર.ઉપાધ્યાયની ભરૂચ, ભાવનગરનાં એન.એ.અંજારીયાની પ્રિન્સીપલ જજ ફેમિલી કોર્ટ ભાવનગર, ગાંધીધામનાં એમ.જી.પરાસરની અમરેલી, સુરેન્દ્રનગરમાંથી એન.જી.દવેની અમદાવાદ ગ્રામ્ય, જામનગરમાંથી એમ.એસ.સોનીની ફેમિલી કોર્ટ મોડાસા, ધારીમાંથી એમ.એસ.પટેલની એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ખેડા અને ભાવનગર ફેમિલી કોર્ટમાંથી એચ.એન.ત્રિવેદીની અમદાવાદ ફેમિલી કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
તેમજ રાજકોટનાં બીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એ.વી.હિરપરાની અમદાવાદ, ગોંડલના આર.પી.સિંગની નવસારી, જેતપુરનાં આર.આર.ચૌધરીની પાટણ તેમજ ગાંધીધામનાં આર.એ.નાગૌરોની અમદાવાદ ગ્રામ્યના ધોળકા, ખંભાળીયાથી ડી.ડી.બુદ્ધદેવની અમદાવાદ ગ્રામ્ય, ધોરાજીથી આર.એમ.ચંદ્રશર્માની થરાદ, બોટાદથી વી.બી.રાજપુતની અમદાવાદ, ભાવનગરથી એસ.સી.ગાંધીની અમદાવાદ, ભુજ ફેમિલી કોર્ટમાંથી એચ.જી.પંડયાની અમદાવાદ, ગોંડલનાં 10માં એડિશનલ ડિસ્ટ્રીકટ જજ વી.એચ.પટેલની હિંમતનગર અને ભાવનગરનાં બી.એન.પરમારની ભાવનગરમાં જ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટમાં બદલી કરાઈ છે.
જયારે બદલીના અન્ય હુકમોમાં સિનિયર ડિવિઝન સિવીલ જજની કેડરના 111 જજની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટનાં 11માં સિનિયર સિવિલ જજ વી.આર.ચૌધરીની અમદાવાદ, ગોંડલનાં એમ.વી.ચોકસીની પંચમહાલ, લેબર કોર્ટનાં જજ એસ.બી.શાહની સુરત લેબર કોર્ટમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત ભાવનગરનાં જે.એ.સિંધીની અમદાવાદ, કચ્છ-ગાંધીધામનાં એચ.ડી.પંડિતની અમદાવાદ, ભાવનગરનાં એલ.એમ.રાઠોડની વીસનગર, જામનગરનાં એમ.ડી.નંદાણીની બોરસદ, ભુજનાં પી.સી.સોનીની મહિસાગર, ગાંધીધામનાં એ.કે.ભટ્ટની અમદાવાદ, જામનગરનાં એન.એન.પાથરની સીબીઆઈ કોર્ટમાં, ભુજનાં એમ.એમ.પરમારની મહિસાગર, જસદણનાં પી.એન.નવીનની અમદાવાદ, ગાંધીધામનાં એ.આર.પાઠકની છોટાઉદેપુર, તળાજાનાં વાય.આઈ.શેખની ધંધુકા, જામનગરનાં ડી.બી.જોશીની દાહોદ, મુંદ્રાના એ.જી.ઓઝાની અમદાવાદ, ભાવનગરનાં એ.એસ.પટેલની બનાસકાંઠા, જુનાગઢનાં બી.આર.સોલંકીની સાબરકાંઠા, મોરબીનાં એ.આર.રાણાની મહિસાગર, કચ્છનાં એ.કે.શર્માની મહેસાણા, પોરબંદરનાં કે.બી.રાઠોડની વડોદરા, જામનગરનાં એ.ડી.રાવની જંબુસર, ભાવનગરનાં બી.એસ.રાણાની વડોદરા, ગાંધીધામનાં એમ.કે.શાહની બારડોલી, મોરબીનાં એમ.સી.જાદવની ખેડા અને દેવભૂમિ દ્વારકાનાં એચ.પી.રાવલની વડોદરા બદલી કરવામાં આવી છે.