ઉપાશ્રય-દેરાસરા ભગવાન મહાવીરને અદ્ભૂત આંગી દર્શન
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના તૃતીય દિવસે તપ, જાપ, આરાધના સાથે જૈનો ભારે હરખભેર કરી રહ્યા છે ત્યારે આજે સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજના લોકો માટે વિશેષ મહત્વરૂપે પાખીનો દિવસ ઉજવાશે. આ દિવસે જૈનો બનશે ભક્તિમય પાખી શાશ્વતકળાથી ચૌદશે જ આરાધાય છે. પાખીના દિવસેનું જૈનમાં મોટુ મહત્વ ધરાવે છે. ભગવાન મહાવીરને જુદા-જુદા જેવા ફૂલ, મોભ, હીરા, સોના-ચાંદીના આંગી કરવામાં આવે છે. જૈનો પર્યુષણ પર્વને પર્વનો રાજા ગણે છે.
જેવી રીતે કોઇ વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરે અને પરિક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઇ જાય છે તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.
વર્ષ દરમ્યાન જાણતા-અજાણતા જે કર્મો બંધાઇ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીને કર્મોની આલોચના કરી પ્રાયશ્ચિત લઇ તપ-ત્યાગ કરીને કર્મો ખપાવવા શ્રેષ્ઠ દિવસો છે. જૈનોના પર્યુષણ પર્વના પ્રારંભથી દેરાસરોમાં અદ્ભૂત આંગી થઇ રહી છે. જેમાં દર્શન માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. પાખીના દિવસનું મહત્વ સમજાવતા ભગવાન મહાવીરે આગમમાં કહ્યું છે કે પર્યુષણ પર્વમાં પાખીના દિવસે આયુષ્ય બંધ પડતુ હોવાથી જપ, તપ કરી ધર્મમય રહેવું, જેથી જૈનો અલગ-અલગ ઉપાશ્રયોમાં જઇ તપ, જપ, આરાધના અને પ્રતિક્રમણમાં જોડાઇને ધર્મભક્તિભય બનશે.