આરતી ડેકોરેશન સ્પર્ધામાં ૧૦૦ જેટલી બહેનો જોડાઇ
આહિર સંસ્કૃતિ ફોરમ દ્વારા શહેરના કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કવિન, કીંગને જેવા ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરતી શણગારવાની સ્પર્ધામાં અંદાજે ૧૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. તથા ૪૦૦૦ જેટલા ખેલૈયાઓ ઉત્સાહ, ઉમંગથી ગરબે ધુમ્યા હતા આહિર સંસ્કૃતિ ફોરમે ખુબ સરસ આયોજન કરવા બદલ તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો.
સમાજના આગેવાનોનો ખુબ સારો સહકાર મળ્યો: પરિમલભાઇ પરડવા
પરિમલભાઇ પરડવા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આહિર સંસ્કૃતિ ફોરમ દ્વારા એક દિવસીયે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજના દરેક આગેવાનો, દરેક લોકોનો સારો સાથ સહકાર મળ્યો છે. તેમણે સમયસર હાજરી આપી અમારા કાર્યક્રમને સાકાર કરાવ્યો છે.
સાથે સાથે આરતી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરાયું તેમાં પણ લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો.આરતી સ્પર્ધામાં ૧૦૦ બાળાઓએ ભાગ લીધો હતો. જેમાંથી પાંચ સારી શણગારેલી આરતીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. અંદાજે ૪૦૦૦ જેટલા ખેલૈયાઓ ગરબે રમ્યા હતા.