સામાન્ય રીતે આપણે 2 આંખ વાળા વાછરડાને જોયા હશે પરંતુ છત્તીસગઢમાં એક અજીબ ઘટના બની છે જ્યાં ત્રણ આંખવાળા વાછરડાએ જન્મ લીધો છે. આ ઘટના છત્તીસગઢના રાજનાંદગાંવની છે જ્યાં ત્રણ આંખવાળા એક વાછરડાનો જન્મ થયો છે. એવું કહેવામા આવી રહ્યું છે કે આ વાછરડાને ત્રણ આંખો અને નાકમાં ચાર કાણાં છે. ગામના લોકો આ ગાયને ચમત્કારને માની રહ્યા છે અને દર્શન માટે ખેડૂતના ઘરે ભીડ ઉમટી રહી છે. જોકે ડોકટરો તેને ચમત્કાર નહીં કંઈક બીજું કહી રહ્યા છે.
રાજનાંદ ગામ જિલ્લા મુખ્યાલયથી 75 કિમી દૂર નવાગામમાં ત્રણ આંખવાળા વાછરડાનો જન્મ થયો હતો. તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની એક ઝલક મેળવવા લોકો કતારમાં ઉભા છે. લોકો તેને ભોલેનાથનું સ્વરૂપ કહી રહ્યા છે. નવાગાંવના હેમંત ચંદેલના ઘરે આ ગાયનો જન્મ થયો છે.
આ વાછરડાનો જંન્મ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો. જેને ત્રણ આંખો છે, એક આંખ માથાની મધ્યમાં છે. એવું કહેવાય છે કે તેના નાકમાં બેને બદલે ચાર કાણાં છે. કેટલાક લોકો તેને ધાર્મિક આસ્થા સાથે જોડીને જોઈ રહ્યા છે તો કેટલાક વિજ્ઞાનનો ચમત્કાર કહી રહ્યા છે.
આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પ્રથમવાર જોવા મળી છે. સ્થાનિક પશુચિકિત્સકો કહે છે કે આ કોઈ ચમત્કાર નથી. ડૉક્ટરોએ કહ્યું છે કે યોગ્ય ગર્ભનો વિકાસ ન થવાને કારણે આવું થાય છે. વાછરડાનું આ સ્વરૂપ હોર્મોનલ ડિસઓર્ડરને કારણે થયું છે. આમાં ક્યારેક ઘણા ભાગો પણ ગાયબ થઈ જાય છે.