પૃથ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે. લોહી હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. પરંતુ ગુજરાતના આ એક વ્યક્તિનું લોહી ગોલ્ડન રંગનું જોવા મળ્યું છે.
સામાન્ય રીતે આપણે A,B,O અને AB બ્લડ ગ્રુપ વિશે સાંભળ્યું હશે પરંતુ ગુજરાતના આ શખ્સમાં એક અલગ પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ ઘટના આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ છે. ગુજરાતના ૬૫ વર્ષીય વૃદ્ધમાં આ બ્લડ ગ્રુપ જોવા મળ્યું છે.
બ્લડ ગ્રુપના મુખ્ય ૪ પ્રકાર
> એ
> બી
> એબી
> ઓ
પહેલીવાર ક્યારે મળ્યું
ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું.
કેમ ગોલ્ડન કલરનું હોય છે આ લોહી
આ રક્ત દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ ગોલ્ડન બ્લડ છે. ગોલ્ડન બ્લડ દુનિયામાં માત્ર 43 લોકોમાં મળી આવ્યુ છે. આ પ્રકારના લોકોને જો ક્યારેય રક્તની જરૂર પડે તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને આ બ્લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્યુ છે કે, તે રક્તમાં EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટીજન મળી આવતુ નથી. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે. આ રક્ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્ટર null હોય છે.
જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રુપની ઓળખ થઈ તે મૂળ રાજકોટના છે અને સુરતમાં આ બ્લડ ગ્રુપને ઓળખી કાઢવામાં આવ્યું છે. સુરતમાં ૬૫ વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવતા તેના લોહીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓ દેશના પ્રથમ એવા શખ્સ છે જેઓ EMM Negative બ્લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમને લોહીની જરૂર છે, જેથી તેમની હાર્ટ સર્જરી કરાવી શકાય. પરંતુ સર્જરી કરવા માટે નવુ EMM Negative લોહી મળી શકે તેમ નથી.