- આ પક્ષી 10 મહિના સુધી સતત ઉડી શકે છે
- હવામાં ખાય છે અને સૂઈ શકે છે
- તમને કદાચ તેનું નામ ખબર નહીં હોય
વાઈલ્ડ લાઈફમાં અનેક એવા જીવ છે જેના સાથે અનેક રોચક તથ્ય જોડાયેલા હોય છે. આપણે અહીંયા એક એવા પક્ષી વિશે વાત કરીશું જે સતત 10-12 મહિના સુધી જમીન પર પગ રાખ્યા વગર ઉડ્યા જ કરે છે.
વન્ય જીવોમાં અનેક વિવિધતા છે. જેમાં પશુ પંખીઑએ પોતાના સર્વાઇવ માટે પોતાને સ્થાનિક પ્રકૃતિને અનુકૂળ ઢાળી દીધા છે. અનેક પશુ પંખીમાં પોતાની અલગ અલગ ખૂબી હોય છે. જેમાં કોઈ સ્પીડથી દોડી શકે છે, તો કોઈ ઊંચું કે લાંબુ ઉડી શકે છે. તો કોઈ લાંબા સમય સુધી ભૂખ્યું તરસ્યું રહી શકે છે. પરંતુ આપણે આજે અહીંયા એક એવા પક્ષી વિશે વાત કરીશું જે સતત એક વર્ષ સુધી ઉડતું રહે છે.
કોમન સ્વિફ્ટ બર્ડ: દુનિયામાં કોમન સ્વિફ્ટ નામનું એક પક્ષી છે જે તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. તે હવામાં ઉડતી વખતે સૂઈ જાય છે અને ખાય છે. તે 10 મહિના સુધી હવામાં સતત ઉડી શકે છે.
દુનિયામાં ઘણા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કેટલાક પોતાનામાં એકદમ અનોખા હોય છે. ઘણી વખત તેમની વિશેષતા જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. ચાલો આજે તમને એક એવા પક્ષી વિશે જણાવીએ જે આકાશમાં ઉડતી વખતે સૂઈ જાય છે અને ખાય છે અને લગભગ 10 મહિના સુધી હવામાં સતત ઉડી શકે છે. આ પક્ષીનું નામ કોમન સ્વિફ્ટ છે.
આ ક્ષેત્રમાં જોવા મળે છે
આ પક્ષી યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. વૈજ્ઞાનીકોના જણાવ્યા અનુસાર, કોમન સ્વિફ્ટ તેની યાત્રાનો 99 ટકા હિસ્સો હવામાં પસાર કરે છે. આ પક્ષીની બીજી એક અલ્પાઈન સ્વિફ્ટ નામની પ્રજાતિ 200 દિવસ સુધી લગાતાર ઉડી શકે છે.
આ પક્ષી ખૂબ જ સ્ફૂર્તિલા હોય છે
કોમન સ્વિફ્ટ નામનું આ પક્ષી આપણને પક્ષીઓ વિશે રોચક તથ્યથી અવગત કરાવે છે. જેનાથી આપણે પ્રકૃતિની અદભુત શક્તિ વિશે રૂબરૂ થઇ શકીએ છીએ. તેની લગાતાર ઉડાન ભરવાની ક્ષમતા આપણને આશ્ચર્યચકીત કરી દે તેમ છે. તેની લગાતાર ઉડાનને કારણે આ પક્ષી ખૂબ જ તેજ અને સ્ફૂર્તિલા હોય છે.
કોમન સ્વિફ્ટ નામનું આ પક્ષી 10 મહિના સુધી સતત આકાશમાં ઉડી શકે છે. આ પક્ષીઓ સામાન્ય રીતે યુરોપમાં જોવા મળે છે. આ કોમન સ્વિફ્ટ તરીકે ઓળખાય છે.
- તે ફિંક જેવું લાગે છે. તે તેની ગતિ તેમજ ઉડવાની ક્ષમતા માટે જાણીતું છે.
- ઘણા લોકોને એ જાણીને નવાઈ લાગે છે કે તે કેવી રીતે ઊંઘે છે. જ્યારે આ પક્ષી 10 મહિના સુધી સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે.
- સંશોધકો કહે છે કે જ્યારે તે ખૂબ જ ઊંચાઈ પર પહોંચે છે, ત્યારે તે નીચે ઉતરતી વખતે થોડી ઊંઘ લે છે.
કોમન સ્વિફ્ટ આકાશમાં ઉડતી વખતે જંતુઓ પકડી લે છે અને તેમને પોતાનો ખોરાક બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પક્ષીઓ ઉડતી વખતે પણ તેમના જીવનસાથી સાથે સે*ક્સ કરી શકે છે.
તેની લાંબી મુસાફરીને કારણે, કોમન સ્વિફ્ટનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.