રોજગારી સર્જનમાં ગુજરાતનું પ્રદર્શન ચીનની લગોલગ: ક્ધસ્ટ્રકશન અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ
વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને વિકાસનો મુદ્દો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને આ મુદ્દે જ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યાં છે ત્યારે ગુજરાત દેશના સૌથી ઝડપથી વિકાસ કરતા રાજયો પૈકીનું એક હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.
ગુજરાત, મધ્યપ્રદેશ અને હરિયાણા દેશના વિકાસ એન્જીન છે. આ ત્રણેય રાજયોએ છેલ્લા ઘણા વર્ષોમાં ઝડપથી વિકાસ કર્યો છે. વિકાસ મુદ્દે પંજાબ, ઉત્તરપ્રદેશ અને કેરળ નીચેના ક્રમાંકમાં રહ્યાં છે. ક્ધટ્રકશન અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ રોજગારી સર્જનમાં ગુજરાત છેલ્લા પાંચ વર્ષમાં ચીનની લગોલગ ઉભુ રહ્યું છે. ગુજરાતમાં રોજગારીનો ક્રમાંક ૨૮ ટકાથી વધી ૩૪ ટકા સુધી પહોંચી ગયુ છે.
છત્તીસગઢ અને હરિયાણા પણ મેન્યુફેચરીંગ અને ટ્રેડ તેમજ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષમાં વિકસીત થયા છે. છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા કરતા પણ વધુ ચોકસાઈથી ગુજરાત વિકાસદર જાળવવામાં સજાગ રહ્યું છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુના આંકડા મુજબ વિકાસ દર અગાઉની સરખામણીએ જળવાઈ શકયો નથી.