દોઢ વિઘા જમીનમાં વર્ટિકલ ફાર્મિંગ ટર્મરિક પ્રોજેક્ટ બનાવવાના નામે ખેડુતને રપ લાખનું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવ્યું
અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે આવેલ એક ખેડૂત સાથે મહારાષ્ટ્રની એક એકગ્રો કંપની દ્વારા જમીનમાં વર્ટિકલ ફાર્મિંગ ટર્મરીકનો પ્રોજેક્ટ ઉભો કરવાના બહાને 25 લાખ રૃપિયા લઇ અને ત્યારબાદ દર વર્ષે વળતરમાં રૂ.25 લાખ આપવાંની લાલચ આપી ત્યાર બાદ જમીનમાં કોઈ પાક ન લઇ શકાય તેવી સ્થિતિ એ છોડી દઈને ખેડૂત સાથે છેતરપીંડી આચરી હોવાથી તેમને આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે કંપનીના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.
માહિતી મુજબ અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે રહેતા એક ખેડૂત ચિરાગભાઈ રઘુભાઇ ગાંગડિયા (ઉ.વ.29) એ અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે પોતાની ફરિયાદ આરોપીઓમા મહારાષ્ટ્રના થાણેની એ.એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપની આઇ.ટી. એક્જીક્યુટીવ સુષાંત ગાવડે રેફરલ, સંદેશ ખામકર સી. ઇ. ઓ, હર્ષલ ઓઝે પાર્ટનર, એ.એસ.એગ્રી એન્ડ એક્વા એલ.એલ.પી. કંપનીના જવાબદાર અધિકારીઓ ના નામો આપ્યા હતા.જેમાં તેમને જણાવ્યું હતું કે તમને મળીને ગુનાહિત કાવતરું રચીને કેરીયા નાગસ ગામે આવેલ યુવકની દોઢ વીઘા જમીનમાં વટકલ ફામગ ટર્મરીકનો પ્રોજેક્ટ ઉભો કરવા માટે કરાર કરી સાથે રૃ.100 ના સ્ટેમ્પ પર તેની ખેડૂત પાંસેથી 25 લાખનું રોકાણ કરાવી અને દર વર્ષે જુલાઈ મહિનામાં 25 લાખ વળતર તરીકે આપવા માટે બંધાયેલ હતા.
જોકે ત્યાર બાદ જમીન પર માત્ર પોલી હાઉસ ટ્રક્ચર ઉભું કરી અને પ્લાન્ટનું કામ આગળ કર્યુ ન હતું. તેમજ બીજા પણ કોઈ પાક લઇ ના શકાય તેવી સ્થિતિમાં છોડી દઈને કરેલ કરાર મુજબ જુલાઈ-2022 અને જુલાઈ-2023નું 25-25 લાખ મળી કુલ 50 લાખનું વળતર ચૂકવવા કરારથી બંધાયેલ હોવા છતાં પણ તે ચૂકવ્યા નહતા. આ ઉપરાંત રોકલેા 25 લાખની પણ અવાર-નવાર માંગણી કરવા છતાં પણ આપ્યા ન હતા. આમ છેતરપીંડી અને વિશ્વાસઘાત તેમજ ઠગાઈ કરતા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાયેવાહી હાથધરી છે.