રાજયના ખેડુતોને અતિવૃષ્ટિથી થયેલ નુકસાન સામે સહાય આપવા ૩૭૦૦ કરોડના પેકેજને આવકારી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ’કૃષિ સુધાર વિધેયક ૨૦૨૦’ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના કરોડો ખેડૂતોના હિતમાં, ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરવા, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં લેવાયેલું એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું છે. આ કૃષિ સુધારાઓના કારણે ખેડૂતોને આગામી સમયમાં અનેક લાભો વા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ દેશના કરોડો ખેડૂતો માટે લાભકારી એવા આ વિધેયકને આવકારવાના સને બેબાકળી બની ફક્ત અને ફક્ત પોતાનો રાજકીય ર્સ્વા સાધવા માટે વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું હીન કૃત્ય કરી રહી છે.સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ’કૃષિ સુધાર બિલ ૨૦૨૦’માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે, ખેડૂતોને નુકશાન થાય તે પ્રકારની કોઈ બાબત તેમાં ઉમેરવામાં આવી નથી. ખેડૂતોના પાકની  ટેકાના ભાવથી થતી ખરીદ વ્યવસથા યથાવત છે અને રહેશે પરંતુ આ બાબતે કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કરી રહી છે. આ બિલના માધ્યમથી ખેડૂતોના વિકાસમાં આવતા અંતરાયોને દૂર કરવામાં આવ્યા છે. હવે દેશનો ખેડૂત સ્થાનિક APMC જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે પોતાની પેદાશનું વેચાણ કરી શકશે. વેપારીઓમાં પણ હવે તંદુરસ્ત હરીફાઈ થવાના કારણે ખેડૂતને પોતાની પેદાશનો યોગ્ય ભાવ મળી રહેશે.વેપારીઓએ ઉપજની ખરીદી બાદ ખેડૂતોને ત્રણ દિવસમાં જ પેમેન્ટ કરી દેવું પડશે તેવી જોગવાઈ પણ કૃષિ સુધાર બિલ ૨૦૨૦માં કરાઈ છે જેનો સીધો જ લાભ દેશના કરોડો ખેડૂતોને થશે.   વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર માટે ગામડું, ગરીબ અને ખેડૂત હંમેશા પ્રાથમિકતા રહી છે. દેશમાં યુવાનો, મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં લાવીને આગળ વધવાની તક પુરી પાડી છે. પીએમ કિસાન યોજના હેઠળ ૯૨ હજાર કરોડ રૂપિયા ડિબિટીના માધ્યમી સીધા ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોને ચાલું વર્ષે ખરીફ પાકમાં વરસાદી થયેલા નુકસાન સામે સહાય આપવા જાહેર કરાયેલા રૂ.૩૭૦૦ કરોડના સહાય પેકેજને આવકારી વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપા સરકાર ખેડૂતો માટે ખડેપગે ઉભી છે, ખેડૂતોને મુશ્કેલી ન પડે તે દિશામાં સમયાંતરે વિવિધ ખેડૂતહિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે.રાજ્યની સંવેદનશીલ સરકારે આજે ૩૩% કે વધુ પાક નુક્સાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેકટર સુધી પ્રતિ હેકટર  રૂ.૧૦,૦૦૦ની સહાય તેમજ ગમે તેટલી ઓછી જમીન હોય તો પણ ઓછામાં ઓછી રૂ.૫,૦૦૦ની સહાયની આજરોજ જાહેરાત કરી છે.

આ સહાયી ખેડૂતોને ચોક્કસપણે આર્થિક રાહત મળશે.રાજ્યની ભાજપા સરકાર હંમેશા ખેડૂતોની પડખે ખડેપગે ઉભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં તા. ૧૯-૦૯-૨૦૨૦ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજીત ૫૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત ૩૭ લાખ હેક્ટર વિસ્તાર આજની આ જાહેરાતી સહાયને પાત્ર થશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તથા ૧-૧૦-૨૦૨૦ી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.