આપણા દેશમાં કોમોડિટીનાં કારોબારનું માળખું એટલું વિસ્તૄત અને અટપટ્ટુ છે કે તેમાં કરવામાં આવતા કોઇપણ ફેરફારને દેશનાં કહેવાતા બુધ્ધિજીવીઓ પોતપોતાની રીતે મુલવી શકે છે. મે-૨૦ માં ભારત સરકારે ખેડૂતોને વધુ વળતર આપવાનાં બેનર હેઠળ ત્રણ મુખ્ય સુધારા કર્યા હતા. આ સુધારાઐ જ્યારે લોકસભામાં ખરડાનું અને ત્યારબાદ મંજૂરી અને કાયદાનું રૂપ લીધું ત્યારે અચાનક વિપક્ષોને આ સુધારામાં ખોટ દેખાઇ છે. હવે દેશને કોવિડ-૧૯ ની સાથે ખેડૂતોના ફાયદાની ચિંતાનો નવો રોગ લાગુ પડ્યો છે.
એક સુધારો છે એવું કહે છૈ કે હવે ખેડૂતો અઙખઈ માં ગયા વિના તેમને ગમે તે જગ્યાઐ તેમની નિપજનું સીધું વેચાણ કરી શકશે. બીજા સુધારામાં સરકારે તેલ-તેલિબિયાં, કઠોળ તથા બટેટા જેવી કૄષિ પેદાશો માટેના આવશ્યક ચીજ વસ્તુના નિયમો બદલ્યા છૈ જેથી તેના ઉપરની સ્ટોક લિમીટ હટી ગઇ છૈ જે ઇમરસજન્સીમાં જ લાગુ થશે. મૂળ તો મોદી સરકારને પોતે જાહેર કરેલા મિશન ડબલીંગ ફાર્મર્સ ઇન્કમ બાય ૨૦૨૨ ને યેનકેન પ્રકારે સિધ્ધ કરવું છે, જો સિધ્ધ ન થાય તો સિધ્ધ થયું છે એવું સાબિત કરવું છે. સામાપક્ષે વિરોધ પક્ષોને સરકારનો આ નિર્ણય ખેડૂત વિરોધિ અને કોર્પોરેટસને ફાયદો કરાવી આપનાર હોવાનું ઠોકી બેસાડવું છે. અહીં દરેકની રાજનીતિ અલગ છે,
પંજાબમાં અકાલી દળના નેતા ગઉઅ સરકારસમાંથી નીકળવાનું નક્કી કરે એ માટેનું કારણ અલગ છે. આગામી ૨૦૨૨ માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ગત લોકસભાની ચૂંટણીઓમાં ખેડૂતો અકાલીદળથી દૂર ગયા છે તેમના વોટ પણ ઘટ્યા છે. હાલમાં અમુક ખેડૂત સંગઠનો માને છે કે હાલના કૄષિ સુધારાથી ખેડૂતોને નુકસાન થશે, મોટી કંપનીઓ આ સેક્ટર ઉપર નાણાનાં જોરે કબ્જો મેળવશે તથા ખેડૂતો તથા નાના વેપારીઓને સરવાળે નુકસાન જશૈ.
હવે હાલમાં ગઉઅ માં ભાજપને ૩૦૦ થી વધારે બેઠક છૈ, તેથી જો અકાલીદળનાં બે સાંસદ વિરોધ કરે તો પણ સરકાર તુટવાની નથી. તેથી મોદીજીની સરકારને અકાલી દળને મનાવવા પેંતરા કરવાની આવશ્યકતા નથી. બન્ન પાર્ટી વચ્ચે ૨૩ વર્ષ જુના સંબંધો છે. જેમાં ઓટ આવી શકે એનાથી વિશેષ કાંઇ નહીં. હા, વિપક્ષો આ સુધારાનો વિરોધ કરીને ખેડૂતોમાં અંડર કરંટ ઉભો કરે તો સરકારને આવનારી ચૂંટણીઓમાં મોટું નુકસાન થઇ શકે છે. એથી વિશેષ કાંઇ નહીં.
આ સુધારાથી દેશમાં દાયકાઓ જુના એપીઐમસીનાં માળખાને તકલીફ થઇ શકે પરંતુ તે બંધ થઇ જાય એવું માનવાનું કોઇ કારણ નથી. હવે જે સારી સેવા આપશૈ તે ખેડૂતોની કોમોડિટી ખરીદી શકશે અને કમાણી કરી શકશે.
અહી એક મુદ્દો જરૂર છે જેમાં વિદેશી કંપનીઓનાં મુડી રોકાણથી સ્થાનિક કંપનીઓના વેપાર નબળાં પડી શકે છે. પણ આ વિદેશી કંપનીઓ જે ભાવ ખેડૂતોને આપે તે જ અગર સ્થાનિક કંપનીઓ આવે તો તેઓના ધંધા વધી પણ શકે છે. આ એક માન્યતા છે. જે દરેક વખતે સાચી જ પડે એવું નથી. વ્યાજબી નફાના ધોરણ સાથે કામ કરનારા વેપારીઓના કામકાજ બંધ થવાના નથી. ઉલટાનું અત્યાર સુધી તેઓ માત્ર મંડી પુરતા સિમીત કારોબાર કરતા હતા જે હવે તેમને રાજ્યમાં કે દેશમાં કોઇપણ સ્થળે કરવા મળશે.
બીજો મુદ્દો છે સ્ટોક લિમીટ હટાવવાનો. આમેય તે કૄષિ ક્ષેત્રે કરેલા સઘન પ્રયાસો બાદ હવે આપણે ઘઉં, ચોખા, ખાંડ, તથા કઠોળ જેવી પેદાશોમાં શોર્ટેજ ઇકોનોમી માંથી સરપ્લસ ઇકોનોમી બની રહ્યા છીએ. મતલબ કે સ્થાનિક વપરાશ જેટલું કે તેનાથી વધારે ઉત્પાદન લેતા થયા છીએ. જો સ્ટોક લિમીટ ન હોય તો પ્રોસેસરો, સ્ટોકિસ્ટો કે હોલસેલરો મોટો સ્ટોક કરીને કારોબાર કરી શકે. જેનાથી ખેડૂતોને પણ લાભ થાય અને ગ્રાહકોને પણ માલ સસ્તો મળે. તેથી કદાચ આ મામલે ખાસ વિરોધ થતો નથી.