રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગની ખરીદીનો આજથી જોડીયા ખાતે ગુજરાત રાજયના કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવેલ રાજય સરકાર દ્વારા મગના ટેકાના ભાવ રૂા . 1455 નકકી કરેલ છે . એક ખેડુત દીઠ 125 મણ મગની ખરીદી કરવાની છે. આમ કુલ 24 ખરીદી સેન્ટર પરથી મગની ખરીદી કરવામાં આવશે.

આ પ્રસંગે જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ભરતભાઈ દલસાણીયા પ્રમુખ જોડીયા તાલુકા ભાજપ , જીવલસંગભાઈ પરમાર પ્રમુખ માર્કેટીંગ યાર્ડ જોડીયા , રાજુભાઈ મકવાણા વાઈસ ચેરેમન માર્કેટીંગ યાર્ડ જોડીયા રસીકભાઈ ભંડેરી પૂર્વ ચેરમેન માર્કેટીંગ યાર્ડ  ધ્રોલ , વલ્લભાઈ ગોઠી અધ્યક્ષ તાલુકા પંચાયત કારોબારી , જયસુખભાઈ પરમાર , અરવિભાઈ રાઠોડ , ભાવેશભાઈ મકવાણા , અરવિંદભાઈ ભીમાણી , ઠાકરશીભાઈ ભીમાણી , ઘનશ્યામભાઈ ભંડેરી તેમજ દરેક ગામના ખેડુતો આગેવાનો અને કાર્યકરો  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.