- ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…
- પ્રવેશોત્સવે સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારી: મંત્રી રાઘવજી પટેલ
- રાઘવજીભાઈએ મોરપીંછની કલમથી બાળકોનો પ્રથમ અક્ષર લખાવી કરાવ્યો પ્રવેશ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાં ન્યારા પ્રાથમિક શાળા ખાતે 21મો ક્ધયા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં 17 કુમાર તથા 14 ક્ધયા મળીને કુલ 34 બાળકોને ધોરણ-1માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ સાથે 11 બાળ તથા 11 બાલિકા મળીને 22 ભૂલકાઓનો આંગણવાડી પ્રવેશ પણ કરાવવામાં આવ્યો હતો. આ તકે ધો.1થી 8ના તેજસ્વી છાત્રોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ 2002-03માં, રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તથા એક પણ બાળક શાળા પ્રવેશ વિનાનો ના રહી જાય તે હેતુથી ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણનું સ્તર સુધારવા અને ઊંચું લાવવા માટે તેમણે અનેકવિધ પગલાંઓ લીધા હતા. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યમાં શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. મંત્રી એ કહ્યું હતું કે આજે રાજ્યમાં ક્ધયા કેળવણીનું સ્તર સો ટકા સુધી પહોંચ્યું છે, જ્યારે શાળા પ્રવેશોત્સવના લીધે સરકારી શાળાઓ ફૂલ થવા લાગી છે.
રાજ્યની દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે “નમો સરસ્વતી” તથા “નમો લક્ષ્મી યોજના” શરૂ કરી છે. આ સાથે રાજ્યમાં શિક્ષણનું બજેટ રૂપિયા 55 હજાર કરોડ સુધી પહોચ્યું હોવાનું પણ મંત્રી એ ઉમેર્યું હતું.
આ તકે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ઉપસચિવ ખ્યાતિ નેનોજીએ સંબોધનમાં કહ્યું હતું કે, શિક્ષણ એ દેશના વિકાસની પાયાની જરૂરિયાત છે. ક્ધયા કેળવણી પર ભાર આપતા અને વાલીઓને આગ્રહ કરતાં તેમણે કહ્યું હતું કે, ક્ધયાદાન કરતા પણ વધુ મહત્વ ક્ધયા કેળવણીને આપવું જોઈએ.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય હર્ષા શર્માની આગેવાનીમાં યોજાયો હતો. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયા બાદ શાળાની બાલિકાઓએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ તકે ધોરણ-1માં પ્રવેશ મેળવનારા બાળકો પર પુષ્પો વર્ષા કરીને તેમનો ઉલ્લાસમય શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મંત્રી રાઘવજીભાઈ પટેલે ભૂલકાઓના હાથે મયુર પંખથી પ્રથમ અક્ષર લખાવીને વિદ્યારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં ક્યુ.ઈ.એમ. સેલ-ગાંધીનગરના કો-ઓર્ડીનેટર અતુલ પંચાલ, રાજકોટ સ્ટેમ્પ ડયૂટી કલેકટર બી.એ. અસારી, પડધરી મામલતદાર કે.જી. ચુડાસમા, ટી.પી ઈ.ઓ. દિપ્તીબેન આદરેજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, મનોજભાઈ રાઠોડ, પરવેઝખાન પઠાણ તથા અમિતસિંહ ડાભી ે ઉપસ્થિત રહ્યા હતા.મોવૈયા, ખામટામાં ક્ધયા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ
રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા તથા ખામટા ગામની પ્રાથમિક શાળા ખાતે 21મો ક્ધયા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાડી તથા ધોરણ-1માં બાળકોનો ઉલ્લાસમય શાળા પ્રવેશ કરાવાયો હતો.
મોવૈયા ખાતે કુમાર શાળા તથા ક્ધયા શાળાના સંયુક્ત પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 12 કુમાર તથા 23 ક્ધયા મળીને કુલ 35 બાળકો ક્યારે સીધા ધોરણ 1માં 3 કુમાર અને 3 ક્ધયા મળીને કુલ 06 બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
જ્યારે ખામટા એમ.જે.એમ. પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં 8 કુમાર તથા 2 ક્ધયા મળીને 10 બાળકો તથા બાલવાટિકામાં 8 કુમાર તથા 3 ક્ધયા મળીને 11 બાળકોનો શાળા પ્રવેશ કરાવાયો હતો. આ તકે શાળાના બાળકોને શિક્ષણ કીટ તેમજ આંગણવાડીના
ભૂલકાઓને શિક્ષણકિટ સાથે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોવૈયાના કાર્યક્રમમાં નાયબ કર કમિશનર મલ્લિકા બલાત, પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ રોહિત ચાવડા, તાલુકા વિકાસ અધિકારીગૌતમ ભીમાણી તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ જ્યારે ખામટા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની શાળાઓમાં ભુલકાઓને વિદ્યારંભ કરાવતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા
સમગ્ર ગુજરાતની સાથે નર્મદા જિલ્લામાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા ગરૂડેશ્વર તાલાકાની શાળાઓમાં પહોચ્યા હતાં. અને ભુલકાઓનુ વિદ્યામંદિરમાં નામાંકન કરાવ્યું હતું. તેઓ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર સ્થિત વીર ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર- 1, વીર સુખદેવ શાળા નંબર-2 શાળાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, આઈસીડીએસ મદદનીશ નિયામક અલ્પાબેન સોલંકી, પ્રમુખ રંજનબેન ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવે, આઇસીડીએસ પ્રોગ્રામ
ઓફિસર ક્રિષ્નાબેન પટેલ પણ વિશેષ હાજરી નોંધાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
મંત્રી ભાનુબેન બાબરિયાએ જાણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 થી શાળા પ્રવેશોત્સવના શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શન અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની નર્મદા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પણ આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ફ્રીમાં શિક્ષણ મળે અને બાળકોના શિક્ષણની ગુણવત્તા વધારો થાય.