કેન્દ્રીય કૃષિ  અને ખેડુત કલ્યાણ મંત્રાલય દ્વારા બેંગ્લોર ખાતે વિવિધ રાજયોનાં કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજાઈ

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે  ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં એમએસપી યોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના 50% જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીશ્રીઓની નેશનલ કોન્ફરન્સમાં ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી4 જેમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી. આ નેશનલ કોન્ફરન્સમાં ડિજિટલ એગ્રીકલ્ચર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના  પ્રાકૃતિક ખેતી  માર્કેટિંગ , નેનોફર્ટિલાઇઝર, પીએમ કિસાન, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વગેરે જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર4 પ્રાકૃતિક ખેતી4 નેનો ફર્ટિલાઇઝર વગેરે ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં થયેલ આગવી કામગીરી અને આગામી આયોજન અંગે નેશનલ કોન્ફરન્સમાં ચિતાર રજૂ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા નેચરલ ફાર્મિંગના પ્રમોશન માટે કરવામાં આવેલ પ્રયત્નો અને પ્રધાનમંત્રી ના આહવાન મુજબ રાજ્યમાં દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે શરૂ કરાયેલ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. આ કોન્ફરન્સમાં મંત્રી સાથે રાજ્યના ખેતી નિયામક એસ. જે. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.