કોરોના માહામારી બાદ દેશમાં બધી જ ચીજ વસ્તુઓના ભાવ વધ્યો છે. પેટ્રોલ-ડીઝલથી લઈને રાધણ ગેસ સુધી વધાના ભાવમાં વધારો થયો છે, ત્યારે હવે ખેડૂતોના પાકમાં વપરાતા ખાતરમાં ભાવમાં વધારો થયો છે. તેને ધ્યામાં રાખીને રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવનાર છે એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવીએ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહીં.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું હતું કે, તા: ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગથી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગથી વધી રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે,તા:૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી તથા એનપીકે ખાતરઓમાં ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.