દિલ્હીમાં ચાલી રહેલાં કિશાન આંદોલન અંગે ગોંડલ યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા એ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે દેશમાં પંજાબ અને હરીયાણાના જે ખેડુતો કૃષી કાયદાનો વિરોધ કરી રહયા છે. તે બે રાજય પુરતો વિરોઘ છે. દેશના અન્ય કોઇ રાજયમાં કૃષિ કાયદાનો વિરોઘ કરવામાં આવતો નથી સરકારશ્રી દ્વારા એમ.એસ.પી. માં ૬% ખરીદી કરવામાં આવે છે. ૯૪% જનસીઓ ખુલ્લા બજાર માં વેચાણ થાય છે. ઘઉ અને ડાગર ની વઘારે માં વઘારે એમ.એસ.પી. માં ખરીદી પંજાબ અને હરીયાણા માં થાય છે. તેના હીસાબે પંજાબ અને હરીયાણા ના ખેડુતો આ કાયદાનો વિરોઘ કરી રહયા છે. સરકારએ એમ,એસ,પી. ખરીદીની લેખીત બાહેઘરી આપવા છતા અને કાયદામાં સુઘારો કરવા માટે સરકારએ ખેડુતો સાથે ૬ વાર બેઠકો કરેલ છે. તેમ છતા કાયદાને રદ કરવા માટે પંજાબ અને હરીયાણા ના ખેડુતો આંદોલન કરી રહયા છે. તો એ ખેડુતોની જીદ છે. એવુ લાગે છે. આ કૃષી કાયદાથી ખેડુતોને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી અને બીજુ કોન્ટ્રાકટ ફાર્મીગ એ એવી વસ્તુ છે. કે ખેડુતોની ઇચ્છા હોય તો જ કરી શકે છે. તેમાં કોઇ ફરજીયાત કોન્ટ્રાકટ કરવો એવું નથી જેથી આ કાયદામાં કોઇ એવી, ગંભીર બાબત નથી જે ખેડુતોને નુકશાન કરતા હોય તેવુ અમારૂ મંતવ્ય છે. તેમજ આવશ્યક ચીજ વરનું ઘારામાંથી ખેત ઉપજો ના સંગ્રહ ને મુકિત આપવાથી કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી શકય બનશે જેથી ખેડુતોને વઘુ ભાવ મળશે.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ કાયદાનો વિરોઘ કોગ્રેસના ઇસારે થઇ રહયો છે. આ બાબતે ખેડુતભાઇઓએ કાયદાને જાણી લેવો વિચાર્યા કે જાણયા વગર વિરોઘ કરવો અયોગ્ય છે. તેવુ ગોડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા જણાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.