આર્થિક “દબાણથી એનડીએ તુટશે?
ખેડૂતો હવેજણસી‘ઓનલાઈન’ વહેંચી શકશે
ખાનગી ક્ષેત્ર અને એફડીઆઈ પણ ખેતી ક્ષેત્રે આવતા ખેતીને ઉચ્ચ શિખર અને વધુ વિકસીત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ
તેલીબીયાં, કઠોળ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ધારામાંથી મુક્ત કરતા બજાર ઉપર સ્ટોક નિયંત્રણ હટશે!
કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેઈનને વધુ વિકસીત કરવા ખેતી ક્ષેત્રે નવા રોકાણોને પણ લાવવામાં આવશે
કૃષિ વિધાયક બીલ થકી ભાવોમાં પણ સમાનતા અને સ્થિરતા જોવા મળશે
ખેતી વિધાયક બીલ પસાર થતાંની સાથે જ નફાખોરી ઉપર નિયંત્રણ લવાશે
દેશને કૃષિ શેત્રે વિકસિત કરવા સરકાર દ્વારા ખેતીને વધુને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ખેતી વિધેયક બિલોને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યા હતા. આ તકે કૃષિ બીલો મુદ્દે સરકારને તેમનાજ પક્ષના મંત્રીએ જાટકો આપ્યો છે. કૃષિ બિલોના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસીમરત કોર બાદલે રાજીનામુ આપ્યું છે. આ તકે પ્રસન્ન એ ઉદ્ભવીત થયો છે કે આર્થિક દબાણ થી એનડીએ તૂટશે કે કેમ ? કેન્દ્રીય ખાદ્ય મંત્રી હરસીમરત કોર અકાલી દળના એકમાત્ર પ્રતિનિધિ હતા. અન્ય વિરોધ પક્ષે કૃષિબીલનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.
તજજ્ઞ લોકોનું માનવું છે કે હાલ દેશના અર્થતંત્રને વિકસિત કરવું અત્યંત જરૂરી છે માટે સરકાર દ્વારા અનેક વિકાસ લક્ષી પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. સરકાર એ ખેડૂતોને આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેવો ટેકાના ભાવે ખરીદી અને પ્રોક્યુઓરમેન્ટ પણ કરશે જેથી ખેડૂતોને લાભ મળી રહે.
આ પૂર્વે સરકારે એસેસન્શીયલ કોમોડીટી એકટમાંથી તેલીબીયા જેવી જણસીઓને બહાર કાઢી નાખી હતી. જેનું એકમાત્ર કારણ એ હતુ કે આ તમામ જણસીનો સ્ટોક થઈ શકે. એસેન્શીયલ કોમોડીટીમાંથી આ પ્રકારની જણસીમાંથી બહાર કાઢવા માટે સરકારનો મનસુબો સાફ હતો કે, નફાખોરીમાં ઘટાડો થાય અને પુરતો ભાવ મળી રહે પરંતુ સરકારના આ નિર્ણયથી પ્રશ્ર્ન એ પણ ઉદ્ભવીત થયો છે કે, શું બહાર કાઢવામાં આવેલી જણસીઓનો સ્ટોક વધશે કે પછી શું નફાખોરીમાં વધારો થશે ? ઘણા તજજ્ઞોનું માનવું છે કે, સરકારના આ નિર્ણયથી ભાવો ભાવ સ્ટેબલ એટલે કે સ્થિર પણ જોવા મળશે. હાલ ખેતી ક્ષેત્રે દેશની નામાંકીત કંપની રિલાયન્સ આગળ આવી છે. માત્ર રિલાયન્સ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય રોકાણકારો
પણ ખેતીમાં રોકાણ કરવા જઈ રહ્યાં છે. રિલાયન્સ જીયો માર્ટ દ્વારા બે કિલોમીટરમાં દુકાનો સ્થાપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી નાના વેપારીને ઘણી તકલીફનો સામનો કરવો પડશે અને ભીતિ એ પણ સેવાઈ રહી છે કે, ખેડૂતોને પુરતો ભાવ પણ નહીં મળે.
એવું માનવામાં પણ આવે છે કે, ખેડૂતોનું હિત અને રાજકીય પાર્ટીઓ પોતાનું હિત સાચવવા માટે આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરે ? હાલ સમય બદલાઈ રહ્યો છે ત્યારે શું જરૂરી છે દેશના હિત અને વિકાસ માટે એટલું જ જરૂરી છે. ત્યારે આર્થિક દબાણના કારણે એનડીએ તૂટશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. સરકાર દ્વારા જે એગ્રીમાર્કેટ રિફોર્મ અને કોન્ટ્રાકટ ફાર્મિંગને લઈ જે બીલ લોકસભામાં પસાર કર્યા છે તેને ભારે વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે. એગ્રી ક્ષેત્રના મંત્રી નરેન્દ્રસિંહ તોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને પુરતી આઝાદી મળશે અને તેઓ એપીએમસીમાં નહીં પરંતુ ડાયરેકટ ખરીદનાર વ્યક્તિ પાસે જ તેમની જણસીઓ વેંચવા માટે લાવશે જેથી તેમને તેના ઉપજનો પુરતો અને યોગ્ય ભાવ મળી રહે. અનેકવિધ ખેડૂતોમાં એ વાતની પણ ભીતિ જોવા મળતી હતી કે સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ વિધાયક બીલોથી ટેકાના ભાવની ખરીદી સરકાર બંધ કરી દેશે કે કેમ પરંતુ આધારભૂત સુત્રોમાંથી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ જે ખેતી વિધાયક બીલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યા છે. તેનાથી ખેડૂતો વચેટીયાના ત્રાસથી બચી જશે અને પોતાને સધ્ધર પણ બનાવશે.
ખેતી વિધાયક બીલની જ્યારે વાત કરવામાં આવે તો અનેકવિધ ખેડૂતોને લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જણસીનું વેંચાણ એપીએમસી બહાર પણ થઈ શકશે. એવી જ રીતે ખેડૂતોને તેની ઉપજનું વેંચાણ આંતરરાજ્યમાં પણ કરવા માટે પ્રોત્સાહિત કરાશે. ટ્રાન્સર્પોટેશન અને માર્કેટીંગના ખર્ચામાં બચાવ થતાં ખેડૂતોને તેના પુરતા ભાવો મળવાપાત્ર રહેશે. ખેડૂતોને ઈલેકટ્રોનિક ટ્રેડીંગ માટે તૈયાર કરાશે. કોન્ટ્રાકટ ફાર્મિંગની વાત કરવામાં આવે તો એગ્રી બિઝનેશ સાથે સંકળાયેલ પેઢી, હોલસેલરો સાથે નિર્ધારીત કરેલા ભાવ સાથે ખેડૂત કોન્ટ્રાકટ પણ કરી શકશે જે ખેડૂતો પાસે ૫ હેકટર કે તેથી ઓછી હોય તે પણ કોન્ટ્રાકટ ફાર્મિંગનો લાભ લઈ શકશે. સાથો સાથ નવી ટેકનોલોજીના ઉપયોગ થકી ખેતીને પણ વધુ વિકસીત અને સુદ્રઢ બનાવવામાં મદદરૂપ સાબીત થશે.