ચોમાસુ આવી ગયું છે. ત્યારે કંપનીમાંથી ખાતર પૂરતા પ્રમાણમાં આવતુ નથી અને ખેડુતો ખૂબજ બહોળી સંખ્યામાં ખરીદવા માટે આવે છે અને અહી સ્ટોક ન હોવાના કારણે તેઓને પ્રાઈવેટ કંપનીઓ પાસે જવું પડે છે. ખાસ કરીને ઘણી વખત ખાતર કે દવાનો કેટલા પ્રમાણમાં છટકાવ કરવો તે ખબર જ ન હોવાના કારણે પાકમાં નુકશાન તાય છે.
ત્યારે વાવણી પહેલા ખેડુતો દ્વારા રખાતી કાળજી અને તેમની મુંજવણો જાણવા ટીમ અબતક દ્વારા પ્રયાસ કરાયા હતો. શ્રી કૃષિ કેમ સેલ્સ એન્ડ માર્કેટીંગના હરેશ પટેલે ચોમાસાનાં બિયારણોઅંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે ખેડુતને શું વાવવું છે તેના ઉપરથી બિયારણની જાત પસંદ કરવામાં આવે છે. જો કોઈને કપાસ વાવવું હોય તો રાસીની સિકસ પેન નાઈન, અજીત ૧૫૫, જયો વિક્રમમાં જાવતો જાવતો ૩૦૩ના બિયારણો કપાસની ખેતી માટે હાલના સમયમાં ઉતમ ગણવામાં આવે છે ત્યારે મગફળીમાં જી.૨૦ અને ૪૫ નંબરનાં બિયારણો પ્રખ્યાત છે. કપાસમાં હાલ ૩૦૦ જાતના બિયારણો ઉપલબ્ધ છે. કપાસમાં જે ઈયળો આવતી હતી એ આ વર્ષેક પણ આવશે જ ઈયળથી છૂટકારો મેળવવા ટેકનોલોજી અને યોગ્ય દવાનો ઉપયોગ કરવો જોઈએ બિયારણમાં એવી કોઈ ગુણવતા મોજુદ નથી જેનાથી બિયારણ ન આવે વ્યાપારી તરીકે અમારો મુખ્ય ધ્યેય ખેડુત માગે એ આપવું.
વિકાસ એગ્રો સીડસનાં રમેશ પટેલે જણાવ્યું હતુ કે સારી કંપનીનાં બીયારણો શાકભાજી માટે ઉતમ છે. નેનેજસ, વીએનઆર, યુએસ સીડસ, અને બાયર સહિતની કંપનીનાં બીયારણ ગુણવતા યુકત હોય છે. અત્યારે ખેડુત દેશી ખાતર ભરે તે વધુ હિતકારી છે. ત્યારબાદ એનપી અને ડીએપીનો ડોઝ આપવો જોઈએ સારી બ્રાન્ડના બીયારણો ત્રણેય ઋતુમાં ઉત્પાદન આપે છે. શાકભાજીમાં ઈયળનો પ્રશ્ર્ન ઘણા સમયથી છે પર કપાસમાં આ પ્રશ્ર્ન છેલ્લા ૨ વર્ષથી જ ઉદભવ થયો છે. ઈયળના પ્રશ્ર્નનું નિરાકરણ લાવવા માટે સોલાર એગ્રોટેકનું બીયારણ આ વર્ષે બજારમાં આવ્યું છે. આગામી વર્ષે આ બીયારણનં પરિણામો જોવા મળશે.
પ્રોફેનોફોઝ, કલોરોફાઈરીફોઝ અને ટ્રાઈઝોફોઝ નો છંટકાવ કરવાની ઈયળ પર નિયંત્રણ લાવી શકાય છે.સરદાર કૃષિ વિકાસ કેન્દ્રનાં ભાવેશ લીંબાસીયાએ જણાવ્યુંં હતુ કે ખેડુતોએ હંમેશા બીલ વાળુ જ બીયારણ ખરીદવું જોઈએ એગ્રીટોપ, રાસીસીડસ, બાયોસીડસ, તુલસીસીડસ બ્રાન્ડનાં બીયારણોની ગુણવતા શ્રેષ્ઠ હોય છે. આ બ્રાન્ડના બીયારણોમાં જીવાત, ચુસીયો અને ગુલાબી ઈયળ ઓછી આવે છે. તેમજ દવાનો છટકાવ ઓછો કરવો પડે છે. આ સાથે વીણવામા ખર્ચ ઓછો લાગુ પડે છે. ખેડુતોએ ખાતર ખરીદતા પૂર્વે તેમની જમીનની લેબોરેટરી કરાવવી જોઈએ જમીનમાં કયા તત્વોની ઉણપ છે.જેની માહિતીનાં આધારે ખાતર ઉપયોગમાં લેવું જોઈએ.
ખાતરમાં જીએનએફસી, જીએસએફસી, ઈફકો, કૃંભકો, આઈપીએસ અને મહાધન મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ છે. ડિએબી ‚ા.૧૦૮૫, યુરીયા ‚ા.૩૧૫, એન.પી.કે. ‚ા. ૧૦૮૫ કિમંત છે. ૧ વિઘા જમીનમાં ૨૦ કિલો ખાતર પૂરતું છે. ડિડીવીપી, બ્રોકલમ જેવી દવા બીજી દવા સાથે મીશ્ર કરીને તેનો છંટકાવ કરવા આવે તો ઈયળ નાબુદ થઈ શકે છે. ઈયળ માટેની દવાઓથી પાકને કોઈ આડઅસર થતી નથી.
આદર્શ એગ્રો સીડસના રાજેશભાઇ ઝાલાવડીયાએ જણાવ્યું હતું કે અત્યારે સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું વાવતેર વધુ થાય છે. મગફળીમાં ખેડુતોેએ એમપી ડીએપી અથવા એસએસપી ખાતરમાં નાખવાની કાળજી લેવી જોઇએ. આ વખતે મગફળીનો પાક વધુ થાશે તેવી આશા છે. મગફળીમાં ખેડુતોએ સિંગલ સુપર ફોસ્ફેટ અને સલ્ફર ફાડા આ બંને વધુ ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
રાજકોટમાં સરદાર, જીએનએફસી, આઇપીએલ અને મહાધન જેવી કંપનીના ફર્ટીલાઇઝરોનું વધુ ચલણ છે.રૈયાણી કોપ પ્રોટેકશન ફાર્મના હરેશભાઇ રૈયાણીએ કપાસ અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે હાલમાં ખેડુતો કપાસની અંદર ડી.એ.પી. નું વધુ વાવેતર કરે છે અને કપાસ ઉગ્યા પછી ના ફર્ટીલાયઝર કરતા હોય છે અને ૩૦ દિવસ પછી કપાસમાં જયારે પારા ચડાવવામાં આવે છે ત્યારે યુરિયા અને એન.પી. નો ઉપયોગ કરતા હોય છે. કોટનમાં હાલ સૌથી વધુ ડી.એ.પી.નો જ વપરાશ કરવામાં આવે છે અને એ ઉપરાંત ડીલર્સ અને યુનિવસીર્ટીની ભલામણ કે માર્ગદર્શન આધારીત ખેડુતો ફર્ટીલાયઝરનો ઉપયોગ કરે છે કપાસમાં આવતી ગુલાબી ઇયળો માટે અમે ખેડુતોને સતત એક ભલામણ કરીએ છીએ કે ઇયળ આવતા પહેલા જ અગાઉથી સ્પે કરવો જોઇએ કપાસમાં હાલ ત્રણ સેગમેન્ટ જ છે ગુલાબી ઇયળના હિસાબે ખેડુતો સારી બ્રાન્ડના બિયારણો અપનાવે છે.
કૈલાસ એગ્રો સેન્ટરના રમેશભાઇ ભોરણીયાએ જણાવ્યું હતું કે ખેડુતોને સારો પાક મેળવવા માટે યોગ્ય બિયારણો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઇએ સોઇંગ કરતા પહેલા ડી.એ.પી. એન.પી.કે. અને નર્મદા ફોસ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરે છે અને ઉપર સ્પ્રે કરવા માટે સોલીબર ફર્ટીલાયઝરમાં ૧૯-૧૯, ૫૨-૩૪, ૧૩-૪૫ બાયોજામ, મિરોકોલ હયુમિક એસીડ, બુમ ફલાવર સહીતના ફર્ટીલાયઝરનો વપરાશ કરતાં હોય છે. બિયારણ અને ઇયળને કોઇ નિસબત નથી. એ તો ગમે તેવા ઉચ્ચ બિયારણ વાપરો ઇયળની સમસ્યા તો રહેવાની જ છે.
ગુલાબી ઇયળએ ખેડુતો માટે નવીન ઉપદ્રવ છે ઇયળનો નાશ કરવાની ટેકનોલોજી કંપની પાસે નથી નવી ટેકનોલોજી આવશે ત્યારે ગુલાબી ઇયળની સમસ્યામાંથી ખેડુતો મુકત થઇ શકશે. છેલ્લા બે વર્ષથી કંપનીઓ ગુલાબી ઇયળનો નાશ કરવાની ટેકનોલોજીની શોધ કરી રહી છે. પરંતુ હજુ કશા સારા પરીણામો સામે આવ્યા નથી. હાલ નવા બિયારોમાં રાશિ સિડઝનો નીયો સોલાર કંપનીનું ૬૫ નંબર ૬૯ નંબર એ નવા બિયારણો છે.
રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નીતીનભાઇએ રસાયણો અને બિયારણો અંગે માહીતી આપતા જણાવ્યું હતું કે હાલ મગફળીમાં રેગ્યુલર ૨૦ નંબરની મગફળીનું જ વાવેતર થાય છે. જયારે કપાસમાં નવા નવા બિયારણો આવતા હોય છે. કપાસમાં વિક્રમ-પ, ‚ચિ તેમજ બોલગાડની ઘણી બધી જાતિઓમાં અત્યારે ખેડુતો વધારેમાં વધારે ખરીદી કરી રહ્યા છે. કોટનમાં ગુલાબી ઇયળનું થવું વાતાવરણ આઘારીત છે. વાતાવરણ સારુ હોય તો પાકમાં રોગ થવાની સંભાવના નહિવત થઇ જાય છે. પરંતુ કયારે કયા સમયે કેવા વાતાવરણમાં કયા રોગઆવ્યો છે. તેના આધારે ખેડુતો અલગ અલગ દવાઓનો છંટકાવ કરતા હોય છે ગયા વર્ષની સરખામણીએ ગુલાબી ઇયળના કંન્ટ્રોલીંગમાં ઘણી બધી શોધ થઇ છે. આગલા વર્ષ કરતા ગુલાબી ઇયળોને કાબુમાં લાવવા ઘણી બધી શોધ થઇ છે. કંપનીઓ પણ એવા બિયારણો ની શોધ કરી રહી છે. કે જેના કારણે ગુલાબી ઇયળોનો ઉપદ્રવ ઓછો થાય.
ખેડુતોને યોગ્ય બિયારણનું માર્ગદર્શન આપવા રાજકોટની સહકારી સંસ્થાઓ ખુબ જ સક્રીય છે. ત્યારે સહકારી સંસ્થાઓના માર્ગદર્શન મુજબ જે ખેડુતો બિયારણની ખરીદી કરે છે. તેઓ સારો પા મેળવી રહ્યા છે.
શ્રી ક્રિષ્ના ટ્રેડર્સના દિપ ઘોડાસરાએ જણાવ્યું હતું કે ગોંડલ પંથકમાં ગત વર્ષે મરચાનું વાવતેર પુષ્કળ પ્રમાણમાં થયું હતું. જેથી આ વર્ષે ખેડુત મિત્રોને મરચાના ભાવ મળ્યા ન હતા. મરચા માટે બાયર કંડપીનું ૭૦૨, રાશીનું સાનીયા, સેમીનેશનું તેજલ બિયારણ સારુ આવે છે. ટમેટા માટે સીઝન્ટા, એમસોના, વેલકમ સીડનું બિયારણ શ્રેષ્ઠ છે.
રાજકોટ જીલ્લામાં વધુ વરસાદ આવશે તો ભીંડા સહીતના વિવિધ શાકભાજીઓ ખેડુતો વાવી શકશે.સરદાર વિકાસ કેન્દ્રનાં અતુલ પરસાણાએ જણાવ્યું હતું ક. અમે ખેડુતને જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને બીયારણનું વેચાણ કરીઅ છીએ. કપાસના બીયારણના ભાવ કેન્દ્ર સરકારનું નિયંત્રણ હેઠળ છે. કપાસમાં બોલગાર્ડની ૧ર વર્ષ જુની સરકાર પ્રમાણીત હાઇબ્રીડોની મારી પાકો ડીલરશીપ છે. જેમાં રાશી સીડસ અજીત સીડસ, તુલસી સીડસ, બાયર સીડસ, ડોકટર સીડસના બોલગાર્ડસનું અમે વેચાણ કરીએ છીએ. અમે હોલસેલ અને રીટેઇલ બંને વેચાણ કરીએ છીએ. અત્યારના સમયમાં ખેડુતો માટે બીયારણમાં પસંદગીના ઘણા વિકલ્પો છે. આજથી ૧૦ વર્ષ પહેલા વધુ કંપનીઓ ન હતી. જેથી ખેડુતોને વિકલ્પ શોધવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે ખેડુતની અનુકુળતા મુજબની હાઇબ્રીડો છે. રાશીનું ૬૫૯ અને અજીત ૧૫૫ આ બંને લીડીંગ બ્રાન્ડ છે. ખેડુતોએ પાકા બીલથી બીયારણો અને દવાઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. ખેડુતો ઓથોરાઇઝડ ડિલર પાસેથી બીયારણો ખરીદશે તો છેતરાવવાનો ભય ઓછો રહેશે. આપણે ત્યાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ આધારીત ખેતી થાય છે.
માલિયાસણના ખેડુત જગદીશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, અમે રીંગણીનું ૧.૫ વિઘામાં વાવેતર કર્યું છે. તડકાના હિસાબે ઉતારો ઓછો આવે છે. અમે માઈકોનું રવૈયુ ૩૯ નં. બિયારણ ઉપયોગમાં લીધું છે. જેનો ખર્ચ અંદાજે ૧૦ હજાર જેટલો થયો છે. ખાતર માટે અંદાજે ૫ હજાર જેટલો ખર્ચ થયો છે. અમે ડીએપી, યુરિયા અને એનપી ખાતર ઉપયોગમાં લીધું છે. યાર્ડમાં અમને પુરતો ભાવ મળતો નથી.
સરધાર મંડળીના ગોવિંદ નાગેશે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૨ વર્ષથી આ મંડળી સાથે જોડાયેલો છું. મોટાભાગના ખેડુતો જ‚રીયાત કરતા વધુ ખાતરની ખરીદી કરે છે. જેથી ખાતરની અછત સર્જાય છે. વધુ ખાતરનો ઉપયોગ કરવાથી પણ નુકસાન થાય છે. અમે અહીં એનપી, ડીએપી યુરીયા, પોટાશી સહિતના ખાતર રાખીએ છીએ. જેમાંથી એનપી અને ડીએપી અને યુરીયાનું વેચાણ સૌથી વધુ થાય છે.
ચો‚ભાઈ વાળાએ જણાવ્યું હતું કે, અત્યારુ ગલાબી ઈયળનો પ્રશ્ર્ન વધુ જોવા મળી રહ્યો છે. જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. ઈયળ નાબુદ કરવા ખેડુત પુષ્કળ પ્રમાણમાં દવાઓનો છટકાવ કરે છે. જેથી પાકમાં વિપરીત અસરો પડે છે અને પાક ઉત્પાદન પણ ઘટે છે. મગફળીના મુંડાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા બાયર કંપનીએ લીસન્ટ અને ગોચો દવા આપી છે પરંતુ તેનું સંતોષકારક પરિણામ નથી અને આ દવા ખર્ચાળ પણ છે.
સરધાર કાર્યકારી મંડળીના દેવરાજભાઈ કાનાણીએ ચોમાસાના બિયારણો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચોમાસામાં મોટાભાગના ખેડુતો કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે ગુલાબી ઈયળ નષ્ટ થાય એવી કોઈ ટેકનોલોજી કે બિયારણની શોધ થઈ જ નથી. જો ખેડુતો યોગ્ય સમયે દવાનો છંટકાવ કરે તો ઈયળથી છુટકારો મેળવી શકાય છે. ગુલાબી ઈયળ માટે નવુ કોઈ બિયારણ શોધાણુ નથી. ખાતરમાં જો બાયક્રો ન્યુટનનો વધારો ઉપયોગ કરવામાં આવે તો મબલખ પાક ઉતારી શકાય. ઉપરાંત સુક્ષમ તત્વ વાપરવાથી પાકનું ઉત્પાદન વધી જાય છે. કપાસના બિયારણ માટે સરકારે ૮૦૦ ‚પિયા ભાવ નકકી કર્યો છે. તેમાં સહકારી સંસ્થાઓ પેકેટ અનુસાર ૧૦૦ થી ૧૫૦ ‚પિયાની સબસીડીની રાહત આપીએ છીએ.
સરધાર મંડળીના વિશાલ ઢાંકેચાએ મગફળીના પાક અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મગફળીને લઈને કોઈ નવા ખાતરો કે રસાયણો આવ્યા નથી. વર્ષોથી જે બિયારણો આવે છે તેનો જ ઉપયોગ ખેડુતો કરી રહ્યા છે. બિયારણોમાં સમયે-સમયે અલગ અલગ પ્રકારના ગ્રેડ નકકી થતા હોય છે. મગફળીમાં સારામાં સારુ બિયારણ બ-૨૦ છે. ખેડુતોમાં દિવસને દિવસે જંતુનાશક દવાઓના ખર્ચા વધતા જાય છે સરકાર સમક્ષ ઘણી વખત ખેતી આધારીત પ્રશ્ર્નો રજુ કરાય છે છતા તેમાં કોઈ કાર્યવાહી હાથધરાતી નથી.
માંડવીમાં મુંડા પડવાની વ્યાપક ફરીયાદો
ખાસ માંડવીમાં મુંડા પડવાની ફરીયાદ ખેડુતોને ખુબ જ છે તેના માટે પણ કોઇ નવું ખાતર કે દવા આવી નથી ત્યારે માંડવી પણ સમસ્યા યથાવત છે. તેનો કોઇ હલ નીકળો જ નથી. અને ખેડુતોને માંડવીમાં ઘણું જ નુકશાની થાય છે ત્યારે કોઇ નવો ફેરફાર કે સુધારો કરવામાં આવ્યો નથી.
કોટનની સૌથી મોટી દુશ્મન ગુલાબી ઇયળ
ગુલાબુ ઇયળનું પ્રમાણ ખુબ જ વધતું જાય છે કોટનમાં તેના કારણે કોટનમાં ઘણું નુકશાન થાય છે. અને ખેડુતોનું એવું કહેવું છે કે તેના માટે કોઇ નવી શોધ થઇ નથી દવામાં અને કોઇ નવુ ખાતર આવ્યું નથી જેનાથી ગુલાબી ઇયળ નો નાશ થઇ શકે… અને બીયારણમાં જે બીયારણ હતા એજ છે તેમાં પણ કોઇ નવું આવ્યું નથી ત્યારે સારી કંપની ના બિયારણ જો ખરીદવામાં આવે તો શાકભાજી માટે ઉત્તમ છે.