ગુજરાતના ખેડુતોની આવક વધે તે માટેની જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા આત્મા પ્રોજેકટ અંતર્ગત સમગ્ર રાજયમાં કિશાન કલ્યાણ મહોત્સવ યોજાશે. જેના ભાગરુપે તા.ર મે ના રોજ જીલ્લાના તમામ તાલુકાઓમાં કૃષિ મેળાઓ યોજાશે. જે અંતર્ગત કૃષિ અંગે ખેડુતોને યોગ્ય માર્ગદર્શના પુરુ પાડવામાં આવેશ. ઉપરાંત સરકારી ખાતાઓની વિવિધ સહાયો અંગે પણ ખેડુતોને માહીતી આપવામાં આવશે.
આ કૃષિ મેળામાં ખેતી ઉ૫રાંત બાગાયત, પશુપાલન, મત્સ્ય ઉઘોગ તેમજ સહકાર ખાતાની ભાગીદારી પણ રહેશે. ચુડા તાલુકા ખાતે ફુલેશ્ર્વર મંદીર, મુળી તાલુકા ખાતે એ.પી.એમ.સી. સાયલા ખાતે આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ, થાનગઢ તાલુકા અને મ્યુનિસિપલ હાઇસ્કુલ પાટડી ખાતે કડવા પાટીદાર હોલ ચોટીલા ખાતે નવી એ.પી.એમ.સી. લીંબડી ખાતે મનદીપ પાર્ટી પ્લોટ, ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજની વાડી, લખતર ખાતે ગેથળા હનુમાન મંદીર અને વઢવાણ ખાતે મંગલમ ભવન ખાતે કૃષિ મેળો યોજાશે.
કૃષિ મેળામાં પ્રગતિશીલ ખેડુતોનું સન્માન, સ્થાનીક કૃષિ પાકોનું પ્રદર્શન સહીત પશુ, આરોગ્ય કેમ્પના કાર્યક્રમો યોજાશે. ખેડુતોને આ શીબીરનો લાભ લેવા અખબારી યાદીમાં જણાવાયું છે.