ગ્રામજનો અને ખેડૂતોને આ અંગેના પ્રશ્નો માટે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલુભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ પ્રયત્નશીલ
રાજુલાના બોતેર ગામોમાં ખેતીના પાકોનું સર્વે કરવામાં આવશે. આ અંગેની હૈયા ધારણા જીલ્લા ખેત અગ્રણી સહિતના આગેવાનોએ ખેત પાકને નુકસાન બાબતે મળેલી એક બેઠકમાં આપી હતી તથા ખેડુતો અને ગ્રામજનોને આ અંગેના પ્રશ્ર્નો માટે તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાઓનો સંપર્ક કરવા ભલામણ કરી છે.
રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા ખેતી પાકને નુકસાન બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી છ દિવસમાં સર્વે કરવાની સુચના આપવામાં આવી છે ત્યારે રાજુલા તાલુકા પંચાયત રાજુલા તાલુકાના બોતેર ગામ અને ગામમાં થયેલા નુકસાન સર્વે બાબતે જીલ્લા ખેતીવાડી અધિકારી તેમજ સ્થાનિક વિસ્તરણ અધિકારી ભારતીબેન જોષી, તાલુકા વિકાસ અધિકારી જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જીલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ, કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણા દ્વારા આ બાબતે મીટીંગ કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ તથા ગ્રામસેવકની હાજરીમાં વિવિધ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાના બોતેર ગામોમાં જયાં પણ ખેતીના પાકોનું વધુ પડતુ નુકસાન અને સામાન્ય નુકસાન થયું છે એ બાબતે સ્થાનિક તલાટી મંત્રી અને સ્થાનિકને સાથે રાખી આ ચર્ચા સર્વે કરવામાં આવે અને ગ્રામજનોને અને આગેવાનોને રાજુલા સુધી ધકકા ન થાય તે માટે યોગ્ય આયોજન કરી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જયારે પણ જે તે ગામમાં આવે ત્યારે સ્થાનિક લેવલે સહકાર આપવામાં આવે અને પાક વિમાનું યોગ્ય વળતર મળી રહે અને આ સર્વે યોગ્ય રીતે થાય તે માટે દરેક આગેવાનોએ સહકાર આપવા અનુરોધ કર્યો હતો જયારે પણ કામગીરી શરૂ થાય ત્યારે કોઈપણ આગેવાન અથવા તો ગ્રામજનો અને ખેડુતોને કોઈ પ્રશ્ર્ન હોય તો તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ દિલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ અને કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણાનો સીધો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.