૨૫૦૦૦ લોકોએ કૃષિ મેળાનો લાભ લીધો
ખેડુત અને ખેતીને લગતી સામગ્રી તેમજ આધુનિક ઓજારો નવી ટેકનોલોજીના કારણે ખેતી ક્ષેત્રે આવેલા અને આવનારા બદલાવને પ્રત્યક્ષ રીતે જાણવા સમજવા રાજકોટનાં રેસકોર્સ મેદાન ખાતે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં રાજકોટ ઉપરાંત ગુજરાતનાં અન્ય શહેરોમાંથી પણ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. પરંપરાગત ઓજારોને આધુનિક પરિવેશમાં ઢાળવાથી ખેતી ક્ષેત્રે વિશ્ર્વના અન્ય દેશો સાથે હરીફાઈમાં આગળ રહેવા માટે આ પ્રકારના કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસટી તેમજ નોટબંધીની અસર હજુ આવા આયોજનને અસરકર્તા બની રહી છે.
આરોહી એમબડેડ સિસ્ટમના વિપુલ ઠાકરે કહ્યું હતું કે, આ વખતે જે કૃષિ મેળાનું આયોજન થયું છે કે માણસોના સ્ટોલ ઓછા છે. પબ્લીક એવી આવી જેને શોખ છે. ઈન્કવાયરી પણ જનરેટ થઈ હું. રાજકોટના ઈન્ડસ્ટ્રીયલીસ્ટ કેવા માંગીશ કે આ આયોજનમાં ભાગ લેવો જોઈએ. જેમાં પણ વિશ્ર્વમાંથી માણસોને ખબર પડે રાજકોટમાં આ રીતે આયોજન થતું હોય છે. જેમાં બધા ઈન્ડસ્ટ્રીયલ લોકોએ ભાગ લેવો જોઈએ. જેથી રાજકોટનું નામ રોશન થાય.
ઘણા સમય પછી આ મેળાનું આયોજન થયું છે. જેમાં ખુબ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે. ૨૫૦૦૦થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. પેલાના ૩ આયોજન કરતા આ વખતે જીએસટીની અસર હજુ પણ ઈન્ડસ્ટ્રીઝ ઉપર છે. સરકાર હવે પોઝીટીવ પગલા લઈ રહી છે. જે આવનારા એક્ઝિબિશન સુપર-ડુપર સફળ થશે. ખુબ સારા પાટીસીપન્ટસ આવ્યા વીઝીટર આવ્યા અને નવી ટેકનોલોજીનું જ્ઞાન થયું નવી ઈન્ડસ્ટ્રીઝનું લોકોને જાણવા મળ્યું.