- સમગ્ર ભારતમાંથી વિવિધ કંપનીના રપ0 થી વધુ સ્ટોલમાં આધુનિક ખેતી અંગે માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતીની માહીતી ખેડુતોને મળી
- ડ્રોન આધારીત પાક પર દવા છંટકાવના સ્ટોલે ખેડુતોમાં અનેરુ આકર્ષક ઉભું કર્યુ: પ્રદર્શન ત્રણ દિવસ ચાલુ રહેશે
ભારત દેશની 70 ટકા થીવધુ વસ્તી ખેતી આધારીત વ્યવસાય સાથે સંકળાયેલી ત્યારે કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ઓછી મહેનતે કેમ બમણો પાક લઇ શકે તેવા માર્ગદર્શન સાથે ખેડુતો માટે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરુપે આજથી રાજકોટમાં એગ્રીવર્લ્ડ એકસ્પો-2022 પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શન ત્રણ દિવસ ચાલનાર છે.
આ પ્રદર્શનમાં સમગ્ર દેશમાંથી વિવિધ રાજયોમાંથી કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી વિવિધ 250 થી વધુ કંપનીના સ્ટોલો રાખવામાં આવ્યા છે. આધુનિક ખેતી માટેના વિવિધ સાધનોની માહીતી માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી આધારીત જ્ઞાન પણ ખેડુતોને આપવામાં આવે છે. બિયારણ અને જંતુનાશક દવા સાથે પાકમાં થતાં વિવિધ રોગોમાં કઇ તકેદારી રાખવી તેનું માર્ગદર્શન પણ ખેડુતોને મળી રહ્યું છે.
ઓછા બળે સારી ખેતી આધુનિક સાધનોની મદદથી આજનો ખેડુત કરી શકે તેવા માર્ગદર્શન સાથે આ પ્રદર્શનમાં આ પરત્વેના વ્યવસાય કારો સવારથી જ ઉમટી પડયા હતા. પાકમાં રોગચાળો ન આવે તે માટે દવા છંટકાવની ટેકનીક માં આધુનિક ડ્રોનના ઉપયોગ થી કેવી રીતે સમગ્ર પાકમાં છંટકાવ કરી શકાય તેનું લાઇવ ડેમો પણ ખેડુત મિત્રોને બતાવાયો હતો. વિદેશોમાં પણ ન જોવા મળતા અદ્યતન સાધનો, સ્વદેશી સાધનો એક જ સ્થળે જોવા મળતા ખેડુત મિત્રોએ આયોજનની સરાહના કરી હતી.
કીરીટભાઇ કથરીયા
વાઇસ પ્રેસિડન્ટ 11 તારીખથી શરુ કરવામાં આવ્યું વરસાદ વરસ્યો ખેડુતો માટે સોનું વરસ્યુ તાબડતોબ તૈયારી કરી હતી. એકસ્પો ને શરૂ કર્યો છે. ખેડુતોની આવક બમણી થાય માટે નવી નવી ટેકનોલોજી આવી છે. ડ્રોનથી ખેડુતો છંટકાવ કરશે.
ચિંતનભાઇ (ગુજરાત એગ્રીકલ્ચર મશીન અને મેન્યુફેકચર એશો. પ્રમુખ)
રાજકોટના ખેડુતો ખુબ મહેનતું છે. રાજકોટ ટેકનોલોજીમાં આગળ છે. બળદની ખેતીમાથી ટેકનોલોજીની ખેતી તરફ વળ્યા
જીગર પંડયા (દાદા ઓગેનિકસ લીમીટેડ)
વિષ મુકત ખેતી અને સમૃઘ્ધ કિશાન દવાનો છંટકાવ મર્યાદિત માત્રામાં કરવો છ લાખ ખેડુતો જોડાયેલા છે 25 હજાર ખેડુતો ઓગેનિક ખેતી તરફ વળ્યા છે.
ડો. નરેન્દ્ર ગોટિયા (જુનાગઢ કૃષિ યુનિ. ના વાઇસ ચાન્સેલર)
રાજકોટ કૃષિ મશીનરીનો હબ ગણવામાં આવે છે. એકસ્પો ખુબ જ સફળ રહ્યો છે. જે ખેડુતો લાભ લેશે અને આધુનિક મશીનરી વિશે જાણશે અને ભવિષ્યમાં આવી મશીનરીનો ઉપયોગ પણ કરશે. ઓછા સમયમાં પણ વધુ કામ કરી શકાશે.
ચીમનભાઇ (ધરતી એગ્રો)
ડ્રમ ટાઇપ ન્યુ મેટ્રીક પ્લાન્ટર છે. આ પ્લાન્ટરમાં એક રો થી ર1 રો પણ કરી શકાય. આ પ્લાન્ટર ચાર થી પાંચ કિલોમીટર પર કલાકે ચલાવી શકાય. કૃષિ એકસ્પો-2022 ને લાખોની સંખ્યામાં ‘અબતક’ ચેનલ તથા ડિજીટલ મિડિયાના માઘ્યમથી નિહાવ્યુઁ હતું.