ભારતીય શિક્ષણ મંડળ દ્વારા દેશની 112થી વધુ યુનિ. સાથે એમ.ઓ.યુ.

‘એનઇપીના અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા વિષયે કાલે રાષ્ટ્રીય સેમિનાર યોજાશે

ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત)દ્વારા આયોજીત રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ તા.12-3-21ના રોજ સવારે 11 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે સંશોધનને વેગ આપવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવશે. સાથે સાથે નિતિ આયોગના સહયોગથી ભારતીય શિક્ષણ મંડળ દ્વારા રોલ ઓફ ટીચર્સ ઇન નેઇપી લીમેન્ટેશન વિષય પરના રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ રાષ્ટ્રીય સેમીનારમાં ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય મહામંત્રી ડો. ઉમાશંકર પચૌરીજી કી-નોટ સ્પીકર તરીકે માર્ગદર્શન આપશે.

આ એમ.ઓ.યુ. કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી અને શિક્ષણવિદ ડો. ઉમાશંકર પચૌરીજી. ભારતીય શિક્ષણ મંડલના ગુરૂકુલ પ્રકલ્પના રાષ્ટ્રીય સંયોજક અને પશુપતીનાથ મંદિરનેપાળના ટ્રસ્ટી આચાર્ય ડો. દીપજી કોઈરાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને ભારતીય શિક્ષણ મંડલના વાલી નરેન્દ્રભાઈ દવે, ભારતીય શિક્ષણ મંડલના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ સુરેશજી નહાટા ઉપસ્થિત રહેશે.

ડો. ઉમાશંકર પચૌરીજી ભારતીય શિક્ષણ મંડલના રાષ્ટ્રીય મહામંત્રી છે. મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે સિવીલ સર્વિસીસની પરીક્ષાઓના માર્ગદર્શક. હિન્દી સાહિત્યના અધ્યાપક છે. ઉમાશંકર પચૌરીજી વૈદ. ઉપનિષદોના જ્ઞાતા છે.

આચાર્ય ડો. દીપજી કોઈરાલા ભારતીય શિક્ષણ મંડલના ગુરુકુલ પ્રકલ્પના રાષ્ટ્રીય સહ સંયોજક છે. વર્તમાનમાં અમદાવાદ ખાતે સાબરમતી ગુરૂકુલમમાં પ્રધાનાચાર્ય તરીકે કાર્યરત છે. દીપજી ભારત, મ્યાનમાર, નેપાળ, ભૂટાન, બેલજીયમ જેવા વિશ્વના અનેક દેશોના ગુરૂકુળોમાં એકેડેમિક એડવાઈઝર અને કમિટીના સભ્ય છે.

ભારતીય શિક્ષણ મંડલ એ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણના ક્ષેત્રે 1969 થી કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાના અધ્યક્ષ તરીકે કુશાભાઉ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. સચ્ચિદાનંદ જોશીજી કાર્યરત છે. ભારતીય શિક્ષણ મંડલનો મુખ્ય ઉદેશ્ય ભારતના યુવાનો, વિદ્યાર્થીઓ ભારતીય પરંપરા, ભારતીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતીના વાહક બને અને દેશ માટે વિવિધ સંશોધનો થકી ઉન્નત ભારતનું નિર્માણ કરે તે ઉદેશ્ય છે. ભારતીય શિક્ષણ મંડલના મુખ્ય પાંચ કાર્યો  રીસર્ચ,  અવેરનેસ, ઓરીએન્ટેશન,  પ્રકાશન અને ટીમ બીલ્ડીંગ છે. સાથે સાથે પાંચ મુખ્ય પ્રકલ્પો શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રોજેકટ, એકેડેમિક સેલ, રીસર્ચ સેલ, મહિલાઓ માટેના પ્રોજેકટ, યુવાનો માટેના પ્રોજેકટ તથા ગુરૂકુલ પ્રકલ્પનો સમાવેશ થાય છે.

ભારતીય શિક્ષણ મંડલની પેટા સંસ્થા રીસર્ચ ફોર રીસર્જન ફાઉન્ડેશન અત્યાર સુધીમાં દેશની 112 જેટલી યુનિવર્સિટીઓ સાથે આ પ્રકારના એમ.ઓ.યુ. કરી ચુક્યુ છે. તેનું સર્વર દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી ખાતે આવેલું છે. જેના બહોળા ડેટાબેઝનો લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિધાર્થીઓને મળશે. આ તમામ યુનિવર્સિટીઓના રીસર્ચ સ્કોલર સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ્ઞાનની આપ-લે કરી શકશે. તેમજ યુનિવર્સિટી ઈછે તો એક્ષચેન્જ પ્રોગ્રામમાં પોતાના વિદ્યાર્થીઓને મોકલી શકશે. સંશોધકોનું રીસર્ચ વધુ સુદઢ, ભારતીય દષ્ટિકોણવાળુ તેમજ રાષ્ટ્ર ઉપયોગી રીસર્ચ બને તેના માટે દેશના ઉત્કૃષ્ટ પ્રોફેસરોનું માર્ગદર્શન મળી રહે તેવી જોગવાઈઓ એમ.ઓ.યુ. માં કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.